અબતક, જયેશ પરમાર,સોમનાથ
સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ની ચોપાટી ઉપર ગઇકાલે એક યુવક દોઢ વરસ ની માસુમ બાળકી ને માર મારી રહ્યો છે તે અંગે ની જાણ પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ એન એમ આહિરે તથા ડી સ્ટાફને થતાં તરતજ સ્થળ ઉપર જઇ તે બાળકી નો તથા યુવાનનો કબ્જો કરી પોલીસ સ્ટેશનને લાવેલ
જ્યાં બાળકી ના આંખના ભાગે તથા શરીર ઉપર માર તથા સોજાના નિશાન પ્રાથમિક તપાસમાં જણાંતા તેને મેડીકલ ચેક અપ માટે દવાખાને મોકલેલ અને તે પોતાની દિકરી છે તેમ જણાવ્યું જે અંગે ની ખરાઇ કરવા પોલીસ તેના મા બાપને ફોન કરતાં તેમણે જણાવ્યું કે મારા છોકરાના તો લગ્ન જ થયાં નથી યુવક ને તે ઇજાગ્રસ્ત દિકરી ની માતા વિશે પુછતા તેણે જણાવ્યું કે તેની માતા આઠ મહિના પહેલાં કોરોનામાં મરી ગયેલ છે.
તો પ્રભાસ પાટણ પોલીસે તે યુવક ને તેના સાસુ સસરાના નામ આપવા જણાવતાં તે પણ આપી શકેલ નથી તેને ચેક કરતાં તેની પાસે પુનાની રેલ્વે ટિકીટ નીકળેલ છે આમ હાલતો પોલીસે બાળકી ને માર મારવાના કેસમાં પુછપરછ અટક મા કરતાં બાળકી દોઢ વર્ષ ની હોય જેથી નામ છામ બોલી શકતી નથી દોઢ વરસની માસુમ બાળકી માતા હાલ હયાત નથી કથિત પિતા પિતા છે કે નહીં તે પણ નક્કી થતુ ન હોય અને આધારપુરાવા આપતો ન હોય બાળકી નુ બ્લડ સેમ્પલ ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી ગુજરાત મહારાષ્ટ્ર ના તમામ પોલીસ સ્ટેશનમાં મીસીંગ બાળકી બાબતનો ફોટોગ્રાફસ મોકલી જાણકારી આપી છે.
રસપ્રદ વાત હવે એ છે કે પોલીસ સ્ટેશન પી આઇ એન એમ આહીર ના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કે. એન કાગડા, પ્રવિણભાઇ આગળની તપાસ કરે છે.હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઇલાબેહેન કામળીયા, અસ્મિતાબહેન વાઢેર, વર્ષે બહેન નંદાણિયા, બાળકી ને દુધ પાવુ જમાડવું, નવરાવવું ધોવરાવવુ રમકડાંથી રમાડવું સુવાડવુ વગેરે મા ના વાત્સલ્ય ની જેમ જતન કરી રહ્યા છે. સ્ટાફ ના હેમંતભાઇ તથા નાનામોટા સ્ટાફ બાળક માટે નવાં કપડાં કે રમકડાં દઇ ધરના બાળકથી પણ વિશેષ કાળજીથી સૌ સેવા કરી પ્રભાસ પાટણ પોલીસ ત્વમેવ માતા ત્વમેવ પિતા એમ માતા પિતા ની ફરજ બજાવી ગુજરાત પોલીસ ની સંવેદનશીલ માનવીય અભિગમ ગોરવ રૂપ ફરજો બજાવી રહ્યા છે પકડાયેલ યુવક નું નામ સુરજ પ્રકાશરાવ ખિરડકર, (ચાંદુર રેલવે અમરાવતી ગામ મહેરબાબા નગર મહારાષ્ટ્ર) નો હોવાનું તેના ઓળખકાર્ડ પરથી જણાયેલ છે હાલ આગળ ની તપાસ ચાલુ છે.