મોરબી શહેરના પંચમુખ હનુમાનજી મંદિર નજીક અમારા વિષે ખોટી વાતો કરો છો તેમ કહી બે પરિવાર વચ્ચે બઘડાટી બોલતાજેમાં કુહાડી, પાઈપ અને લાકડી વડે મારમારતા બે મહિલા સહિત છ ઘવાયા છે. બંને પક્ષે મળી મહિલા સહિત 14 શખ્સો સામે ગુનોનોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને પક્ષે મળી મહિલા સહિત 14 શખ્સો સામે નોંધાતો ગુનો
મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ, ભીમસર ખાતે રહેતા હાજરાબેન હાજીભાઇ ખોળ નામના મહિલાના ઘર પાસે આવી તેમના પતિ હાજીભાઇ ખોળ સાથે વલીમામદ હબીબ જામ, સલીમ હબીબ જામ તથા હનીફ હબીબ જામ નામના શખ્સો ગાળાગાળી અને ઝપાઝપી કરી ઢીક્કા પાટુનો માર મારતા હોય અને વલીમામદ નામનો શખ્સ સાહેદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી ફરિયાદી તથા હવાબેન નામની મહિલા તેઓને છુટા પડાવવા વચ્ચે પડતા વલીમામદ હબીબભાઇ જામે તેની પાસે રહેલ લાકડી વડે તેઓને મુંઢ ઇજા કરી તેમજ સલીમભાઇ હબીભાઇ જામ તથા હનીફભાઇ હબીબભાઇ જામ નામના શખ્સોએ પણ હુમલો કરતા ફરિયાદી સહીત ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઇ સમગ્ર મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મોરબી “અમારા વિષે ખોટી વાતો કરો છો” કહી ત્રણ શખ્સો પર હુમલો કર્યો હતો. જેને પગલે તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ પંચમુખી હનુમાનજીના મંદિર પાછળ રહેતા હનીફભાઇ હબીબભાઇ જામ મીયાણા નામના યુવકના ભાઇઓ સાથે હાજીભાઇ સીદીકભાઇ ખોળે “અમારા વિષે ખોટી વાતો કરો છો” તેમ કહી બોલાચાલી કરેલ હોય બાદ ફરિયાદીના બંને ભાઈઓ વેજીટેબલ રોડ ભીમસર તરફ જવાના રસ્તા પાસેથી નીકળેલ ત્યારે તેઓને ઉભા રખાવી હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ, અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ, અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસોએ ગેર કાયદેસર મંડળી રચી કુહાડી, પાઇપ, ધોકા જેવા હથીયારો વડે ફરિયાદી હનીફભાઇ તથા તેમના ભાઈઓને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શરીરે આડેધડ માર મારી ફરિયાદીના ભાઈ સલીમભાઇને પગમાં ફેકચર તથા માથામા ઇજા કરી તથા ફરિયાદીને માથામા સામાન્ય ઇજા કરી તથા તેના અન્ય ભાઈ વલીમામદને કુહાડીથી આંખ પાસે ઇજાઓ કરી તથા ફરિયાદીના એકટીવામા તોડફોડ કરી નુકશાની કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.