ભારતીયો વધુ કમાણી માટે વિદેશ જઇ ત્યાં સ્થાઇ થયા છે. અને વિદેશમાં નોકરી અથવા બીઝનેસથી ફાયદો પણ થયો છે. પરંતુ આટલો ફાયદો તે જાણીને ચોક્કસ આશ્ર્ચર્ય ચકિત થાશો. વિશ્ર્વ બેંક દ્વારા તાજેતરમાં એક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ક્યાં દેશનાં લોકો વિદેશમાં રહી પોતાનો નફો સ્વદેશમાં મોકલે છે. તેની જાણકારી આપવામાં આવી છે જે અનુંસધાને ભારત આ પ્રકારના મની ટ્રાન્ઝીક્શનમાં પહેલા ક્રમે આવે છે. જેમાં વિદેશમાં રહેતા ભારતીયો પોતાની કમાણી ભારતમાં મોકલે છે. ત્યારે આ બાબતે આંકડાક્રિય માહિતી જોઇએ તો વર્ષ ૨૦૧૭મા અત્યારસુધીમાં વિદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં ૬૫ અરબ ડોલર જેની રુપિયામાં ૪.૨૫ લાખ કરોડ કિંમત થાય છે જે અન્ય દેશનાં NRIકરતાં સૌથી વધુ જોવા મળી છે. ત્યાર બાદ નંબર આવે છે ચીનનો જેમાં ૬૧ અરબ ડોલર એટલે કે ૩.૯૯ લાખ કરોડનું ટ્રાન્ઝીક્શન કર્યુ છે. ચીન પછી ફિલીપાઇન્સ દ્વારા ૩૩ અરબ ડોલર એટલે કે ૨.૧૬ લાખ કરોડ, ચોથા અને પાંચમાં નંબરે મેક્સિકો અને નાઇજીરીયા આવે છે જેને ક્રમશ : ૩૧ અને ૨૨ અરબ ડોલરનું ટ્રાન્ઝીક્શન કર્યુ હતું.
તેમજ આ રીપોર્ટ અનુસાર ૨૦૧૫માં આશરે ૭ લાખ ૮૧ હજાર લોકો કોઇ નોગરી કે રોજગારીની તલાશમાં જ્યારે ૨૦૧૬માં અંદાજીત ૫-૬ લાખ ભારતીયો કમાણી અર્થે વિદેશ ગયા હતા. અને ત્યાં જ વસી ગયા છે અને આ રીતે જો ભવિષ્યનો તાગ મેળવવામાં આવે તો ૨૦૧૮માં ભારતમાં ૨૦૧૭ની તુલનાએ ૨.૫% વધુ ધનરાશી આવી શકે છે.