શેમ્પુ એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું હશે કે તમે જે શેમ્પુ વાપરો છે તેમાં પણ ભેળસેળ હોઈ શકે ?? જી હા આવો જ એક કિસ્સો રાજયમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વહેંચાણ કરતા ત્રણ ઈસમો ને ઉતરાણ પોલીસે ઝડપી પાડયા હતા..તેમની પાસેથી 7 લાખ થી વધુ ના મુદામાલ ના શેમ્પુ અને બોટલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના અમરોલી વિતારની છે જ્યાં હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરવાની ઘટના સામે આવી છે. વેદાંત ઇન્ડસ્ટ્રીઝ મા શેમ્પુ ની.ફેકટરી ચાલુ કરી વધુ નફા ની લાલચ માં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સ ના નામ ના સ્ટીકરો લગાવી શેમ્પુ નું વહેંચાણ શરૂ કર્યું હતું…ત્રણ જેટલા લોકો એ અમરોલીમાં શેમ્પુ તૈયાર કરી ઉતરાણ વી આઈ પી સર્કલ પાસે આવેલા શ્રી નાથજી આઇકોન માં જી 6 નમ્બર ની દુકાન માં વહેંચાણ શરૂ કર્યું હતું જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉતરાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર જઈ રેડ કરવામાં આવતા શેમ્પુ ની ખાલી બોટલો,શેમ્પુ ભરેલા બેરલ તેમજ સ્ટીકર વગેરે નો મુદામાલ મળી કુલ 7 લાખ 35 હજાર ની મત્તા કબ્જે કરી ત્રણ આરોપી જેમિલ ભરોળિયા, હાર્દિક ભરોળિયા અને નિકુંજ નામના ત્રણ ઈસમો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી