ચણીયાચોલી, ઓર્નામેન્ટસ દાંડીયા અને મેકઅપ સહિતની તૈયારીઓને આખરી ઓપ
યુવતીઓમાં બ્લેકક રેડ, વાઈટ કલરના તથા યુવકોમાં બ્લુ, ઓરેંજ કલરનાં ચણીયા ચોલીની ડિમાન્ડ: પાઘડી -સાફા-છત્રીની નવી ડીઝાઈન ઉપલબ્ધ
એક દિવસ બાદ સમગ્ર ગુજરાત નાચતુ ઝુમતુ ગરબે ધુમતુ હશે. આદ્યશકિતની આરાધનાની સાથે જ આધુનિક પરિવેશમાં ગરબે રમવાના પર્વ નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થશે. આ લોકપર્વની પરંપરાગત, ભભકાદાર ઉજવણી માટે રાજકોટના રાસરસીયાઓ, ખેલૈયાઓ થનગની રહ્યા છે.
ખેલૈયાઓ દ્વારા ડ્રેસ-ચણીયાચોલી ઓરનામેન્ટસ દાંડીયા અને બ્યુટીપાર્લર અપોઈન્ટમેન્ટ સહિતની તૈયારીઓ ચાલી રહી છે. ઓરનામેન્ટસમાં પણ આ વખતે અનેક ડિઝાઈનો વાળા ઓકસોડાઈઝ તથા સ્ટોનના આવ્યા છે. જે જોતા જ ગમી જાય તેવા છે.અબતક સાથેની વાતચીત દરમિયાન મેહેંદી ડ્રેસીસના રાજલ આહિરએ જણાવ્યું કે અમે ઘણા સમયથી ચણીયાચોલીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. અમારી પાસે અવનવી ડિઝાઈન, રંગબેરંગી કલરના ચણીયાચોલી ઉપલબ્ધ છે. આ વખતે ફલેર, ડબલ ફલેર, ત્રી ફોર્થ, કેડીયા લોંગ, સોટસ વગેરે ચણીયાચોલી નવા આવ્યા છે.
આ વખતે વધારે આકર્ષણનું કેન્દ્ર હોય તો એ પાઘડી અને છત્રી છે. અમારી પાસે ખૂબજ યુનિક ડિજાઈનની પાઘણી, સાફા છત્રી ઉપલબ્ધ છે. અમે જાતે જ ચણીયા બનાવી છીએ અને ભાડે આપીએ છીએ અમારે ત્યાં ઘણા બધા ખેલૈયાઓ અગાઉથી જ ચણીયાચોલી, કેડીયા, બુક કરાવી ગયા છે. આ વખતે છોકરીઓ, બ્લેક, રેડ, વાઈટ કલરના ચણીયાચોલી તથા છોકરાઓમાં બ્લૂ ઓરેંજ કલરની વધુ ડિમાન્ડ છે.
માં આદ્યશકિતના નવલા તોરતાની કાલથી શરુ આત થઈ જશે ત્યારે ગરબા કળશનું બજારમાં જોરશોરથી વેંચાણ થઈ રહ્યું છે. ધર્મશાસ્ત્રની દ્રષ્ટીએ નવરાત્રીનાં પ્રથમ દિવસે વહેલી સવારે શુભ મુહુર્તમાં ઘરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. આ ગરબા ઘરમાં સુખ, સમૃધ્ધિ લાવે છે. ત્યારે બજારમાં અનેક વિવિધ રંગો, કાલ, સફેદ, પીળા વગેરે કલરના તથા અવનવી ડિઝાઈનનાં ગરબાનું પૂર જોશમાં વેચાણ થઈ રહ્યું.અબતક સાથેની વાતચીત દરમિયાન વર્ષાબેન લાઠીયાએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા ૨૦ વર્ષથી ગરબા બનાવવાનું કામ કરી છીએ ત્યારે નવરાત્રી પૂર્વેના ૨ મહિના અગાઉથી અમે ગરબા બનાવવાની તૈયારી કરીએ છીએ અમારે ત્યાં લોકો અગાઉથી ગરબા લેવા આવે છે.જેમકે કોઈને સ્કુલ માટે, બહારગામ મોકલવો હોય સૌથી વધુ ગરબાનું વેચાણ એકમના દિવસે થાય છે. અમે અહીયા રાજકોટમાં જ બનાવીએ છીએ. અને જથ્થાબંધ ગરબા પેક કરીને બહારગામ પણ મોકલાવીએ છીએ અમારે ત્યાંથી સાદા ગરબા લઈ જાય અને ઘરે જાતે ડેકોરેશન કરતા હોય છે. અમે દિવસ દરમિયાન ૧૦૦થી વધુ ગરબાનું ડેકોરેશન કરીએ છીએ ૨૦ રૂ.થી માંડીને ૫૦૦ રૂ. સુધીના ગરબાના ભાવ હોય છે.ખેલૈયા નવરાત્રીની આતૂરતા પૂર્વક રાહ જોતા હોય છે. આપણા ગુજરાતમાં નવરાત્રીનો અનોખો જ માહોલ સર્જાતો હોય છે. ત્યારે બજારમાં અવનવી ડિઝાઈન, કલરમાં ડાંડીયા-ખંજરી વગેરે ઉપલબ્ધ છે. નવરાત્રીની રાતે ખેલૈયાઓ ચણીયાચોલી પહેરી સજજ થઈને ડાંડીયાથી ગરબા ધૂમતા નજરે પડતા હોય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન કાલુ ઉસ્તાદે જણાવ્યું કે, તે અબતક સુરભીમાં તેઓ મ્યુઝીક રીધમ આપવાના છે તેને લઈને ખુબ જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. હું અને મારી ટીમ વિમલ સોઢા, કિર્તી સોઢા, કરણ, ઈમ્તીયાઝ ઝેરીયા, વિરેન, વિશાલ દવે, સાગર ગૌસ્વામી, દિપક વાટળા બધા જ ખેલૈયાઓને કાંઈક નવું આપવા માટે તૈયારી કરી રહ્યા છીએ.
કચ્છની ગાયકીથી ખેલૈયાઓને વધુ આનંદ આવશે: નાનો ડેરોકચ્છના સુપ્રસિઘ્ધ ગાયક કલાકાર દેવરાજ ગઢવી (નાના ડેરા)એ જણાવ્યું હતું કે, આ વખતે હું રાજકોટમાં અબતક સુરભી રાસોત્સવમાં ગાવા માટે આવવાનો છું.
ખાસ તો રાજકોટમાં પ્રથમ વખત અને એ પણ નવરાત્રી સમયે. હું ખેલૈયાઓને રાસ, ગરબા, દુહા, છંદ અને ખેલૈયાઓને ખંતથી રમાડવા આવી રહ્યો છું તેનો મને ખુબ જ આનંદ છે. તેથી ખેલૈયાઓને કહું કે રમવા માટે તૈયાર થઈ જાય. મેં મારી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વિશેષમાં હું કચ્છથી આવું છું તો એટલે કચ્છની અમુક ગાયિકી અમુક ગીતો રજુ કરીશ અને ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘુમશે તેથી ઔર આનંદ આવશે.
સામત ઘરાનાની ગાયકી રજુ કરીશ: વંદના ગઢવ
કચ્છના ગાયક કલાકાર વંદનાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ શહેરમાં અબતક સુરભી રાસોત્સવમાં આવી રહી છું અને ખેલૈયાઓને હું અમારી જે ગાયીકી સામત ધરાનાની ગાયીકી રજુ કરીશ. હું રાજકોટમાં પ્રથમ વખત આવી રહી છું. મારા પિતા દેવરાજ ગઢવી સાથે તેથી હું ખુબ જ ઉત્સુક છું.
ખેલૈયાઓ મારા ગીતો ઉપર ઝુમી ઉઠશે: હિના હિરાણીગાયક કલાકાર હિના હિરાણીએ જણાવ્યું હતું કે, હું સંગીત ક્ષેત્ર સાથે ઘણા સમયથી સંકળાયેલ છું. આ વખતે પ્રથમ વખત અબતક સુરભી રાસોત્સવમાં પફોર્મ કરવાની છું તેને લઈને હું ઘણી ઉત્સુક છું. હું અનેક નવા-જુના ગીતો રજુ કરીશ. હું રાત-દિવસ ખેલૈયાઓને નવું પીરસવા માટે પ્રેકટીસ કરી રહી છું. હું એવા ગીતો પ્રસ્તુત કરીશ કે ખેલૈયાઓ મારા ગીતો પર ઝુમી ઉઠશે.
ગુજરાતી, હિંદી, સુફી ગીતો સાથે નવુ ઘણુ લઈ આવ્યો છું: રઉફ હાજીઅબતક સાથેની વાતચીત દરમિયાન ગાયક કલાકાર રઉફ હાજીએ જણાવ્યું હતું કે, મારો ઓરકેસ્ટ્રા ફિલ્ડ સાથે જુનો નાતો છે. મારા પપ્પા તેના પપ્પા અને હું પણ આ જ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. હું છેલ્લા ૪ વર્ષથી સુરભી ગ્રુપ સાથે અને આ પાંચમાં વર્ષે પણ અબતક સુરભી રાસોત્સવમાં ગીતો રજુ કરીશ. આ વખતે પણ ખેલૈયાઓને મન મુકીને રમાડવાના, ઝુમાવવાના મોજ કરાવવાની છે. હું ગુજરાતી, હિંદી, સુફી ગીતો ગાઉ છું. આ વખતે ખેલૈયાઓ માટે ઘણુ બધુ નવું લઈને આવવાનો છું.
ગરબા દરમિયાન કોલ્ડ્રીંકસ-સોડા પીવાથી દુર રહેવું: ડો.પ્રિયંકા સુતરિયાઅબતક સાથેની વાતચીત દરમિયાન ડો.પ્રિયંકા સુતરિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રી પૂર્વે છોકરા-છોકરીઓએ બે-ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું કે કોઈપણ મેકઅપ, ફેશિયલ, વેકસીંગ, થ્રેડીંગ, બ્લીચ, શાપનર કોઈપણ પાર્લર કે મેડીકેટેડ ટ્રીટમેન્ટ ચાર કે પાંચ દિવસ પહેલા કરવવી જોઈએ. રાત્રે સુતી વખતે મેરચરાઈઝર કે હાઈડ્રેડીંગ લોશનનો ઉપયોગ કરવાનો. વોટર બેઈઝ મેકઅપનો ઉપયોગ કરવાનો, હેવી ફાઉન્ડેશનનો ઉપયોગ ન કરવો જોઈએ.
કારણકે રમતી વેળાએ પરસેવો વળતો હોય તેનાથી તમારા પોર્સને એ બધુ બ્લોક થઈ જાય અને તમને પિમ્પલ્સ થાય તેથી પાઉડર કે વોટર બેઈઝ મેકઅપનો ઉપયોગ કરવો. નવરાત્રી દરમિયાન રાત્રે ગમે તેટલું મોડુ થાય ત્યારે મેકઅપ રીમુવ કર્યા વગર નહીં સુવું.
મેકઅપ રીમુવરથી અથવા બેબી ઓઈલનો ઉપયોગ કરી રિમુવ કરવું. બોડી વોશ કરીને સુવુ. કારણકે ન કરીએ તો ફંગલ ઈન્ફેકશન પગમાં ઈન્ફેકશન, દાદર, અળાયુ વગેરે થઈ શકે. કપડાને એકસચેન્જ નહીં કરવા, એકબીજાના કપડા સેર ન કરવા, હેરમાં તમે ઓઈલ કરી શકો પરંતુ એકસેસીવ હેર સ્પ્રેનો ઉપયોગ નહીં કરવાનો તેને કારણે સ્કાલ્પમાં રેસીસ આવે.
આપણે જોઈએ જ છીએ કે જયાં નવરાત્રી ચાલતી હોય ત્યાં ઘણા બધા ફુડ સ્ટોલ હોય છે ત્યારે કોલ્ડ્રીંકસ, સોડા વગેરેને એવોઈડ કરવા જોઈએ. તમને ડી-હાઈડ્રેડ વધારે કરે તમે છાશ, જુસ, નાળિયેર પાની વધારે પીવું જોઈએ. ઓઈલ, સ્પાઈસી ફુડ ન લેવું જોઈએ. વધુમાં વધુ પાણી પીવું જોઈએ.