ભારતમાં વિદેશી ખોરાક કંઇક વધુ લોકપ્રિય બન્યો છે જેના પરિણામ સ્વરુપ વિદેશની કેટલીય એવી ફુડ કંપનીઓ છે જેણે ભારતનાં ફુડ બજારમાં પદાર્પણ કર્યુ છે. અને સાથે સાથે કરોડોમાં નફો મેળવી રહી છે જેમાં ભારતીય લોકોનાં પ્રિય એવા પિઝાની વાત કરીએ તો તે ખુબ ખવાય છે. પરંતુ શું આ પીઝા લવરને ખબર છે. કે પીઝા કેટલામાં બને છે અને કં૫નીઓ કેટલામાં વેચે છે? મેક ડોનાલ્ડ, પીઝા હટ, ડોમીનોઝ, યુએસ પીઝા જેવી વિદેશી કંપનીઓએ જાણે ભારતના ફુડ બજારમાં અડ્ડો જ જમાવ્યો છે. પીઝાના શોખીનોની લાંબી લાઇન લાગી છે. ત્યારે આવો જાણીએ કે આ કં૫નીઓને અંદાજીત એક પીઝા કેટલામાં પડે છે અને કં૫નીઓ કેટલામાં વેચે છે….!!
બેઝ બનાવવા માટેનો લોટ રુ.૧૫ બેઝ બનાવવાની વીધીમાં રુ.૧૫નો ખર્ચ, ખાદ્ય સામગ્રી રુ.૫૦, સોસ રુ.૨૦, ટ્રાંસપોર્ટ રુ.૨૦, પીઝા તૈયાર કરવા માટે દેવા પડતા રુ.૨૦, ઓરગાને, ચીલી સ્લેક્સ અને ટોમેટો સોસ રુ.૧૦ મેન્ટેનેંસ ચાર્જ રુ.૧૫ અને જો આ આંકડાઓ ટોટલ કરવામાં ઓ તો કુલ રુ.૧૪૫ થાય છે અને જે એમ પણ માનવામાં આવે કે પીઝા બનાવવા માટે કંપનીઓને વધુમાં વધુ રુ.૧૯૦નો ખર્ચ થાય છે અને રેસ્ટોરન્ટમાં મીડીયમ સાઇઝનાં પીઝાની કિંમત રુ.૨૭૦ હોય છે.
જેનો મતલબ એ થાય છે કે કંપનીને એક એક પીઝાએ રુ.૮૦ જેટલો નફો થાય છે પીઝા બનાવતી વિદેશી કં૫નીઓ રોજનાં હજાર-કરોડોની સંખ્યામાં પીઝા બનાવી ખવડાવે છે અને આંકડાથી એટલું તો જાણી શકાય છે કે વિદેશી કંપનીઓને ભારતમાંથી કરોડોનો નફો થાય છે.