આજકાલ લોકોની જીવન શૈલીને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી રહી છે. અસમતોલ આહાર અને કસરતના અભાવને કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. સમયના અભાવે કસરત નથી કરી શકતા અને જંકફૂડના કારણે શરીરનું વજન વધી જાય છે અને શરીર બેડોળ લાગે છે.
યોગઆધુનિક ઉપકરણો પર વધતી આધારતાના કારણે રોજમારીના કામમાં શારીરીક શ્રમની જરૂરિયાત ઓછી જ થતી જાય છે. આ જ કારણે પેટના આસપાસના હિસ્સામાં ચરબી જમા થવા લાગે છે. માત્ર સૌંદર્ય ની દૃષ્ટિએ જ નહી પણ હેલ્થ માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.
પણ જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોવ અને જીમમાં જવાનો સમય ન મળતો હોય તો તમારે પાવર યોગા કરવા જોઈએ. ઘરે જ 45 મિનિટનો સમય કાઢીને પાવર યોગા કરવાથી તમારું શરીર બેડોળ નહિ થાય.
પાવર યોગા એટલે યોગાનું એક પ્રકારનું મિશ્રણ છે. જેમાં સૂર્યનમસ્કારના આસનો સિવાય અન્ય આસનો પણ ઉમેરવામાં આવ્યા છે. પાવર યોગા કરવાથી શરીરમાં દિવસભર સ્ફૂર્તિ જળવાઈ રહે છે. પાવર યોગમાં આસનોની દરેક ક્રિયાને ઝડપથી અટક્યા વિના કરવાની હોય છે.
જેને વજન ઘટાડવું હોય તેના માટે પાવર યોગ અસરકારક છે. નિયમિત પાવર યોગા કરવાથી શરીરનો વિકાસ સારો થાય છે. તેનાથી ટેંશન અને ડિપ્રેશન પણ દૂર થાય છે. પાવર યોગા કરવાથી શરીરમાં રક્ત ભ્રમણ પણ સારી રીતે થાય છે. આ યોગથી શારીરિક શક્તિ પણ વધે છે.
ભુજંગાસન બનાવો શરીરને સુડોળ :
પેટના બળે સૂઈ જાવ. અને બંને હાથને બગલ અને છાતી પાસે મૂકો. શ્વાસ લેતા ધીરે ધીરે શરીરને ઉપર ઉઠાવો. આ દરમ્યાન તમારા શરીરને માત્ર નાભી સુધી જ ઉપર ઉઠાવો. સામાન્ય શ્વાસ સાથે પહેલાની સ્થિતિ માં પાછા જાઓ. આ પ્રક્રિયા 10 વાર પુનરાવર્તન કરો.
લાભ: આ પેટની આસપાસ જામતી ચરબી દૂર કરે છે અને શરીરને સુડોળ બનાવવા મદદ કરે છે.
સાવચેતીઓ: હર્નિઆ અને અલ્સરથી પીડિત લોકો અને ગર્ભવતી સ્ત્રીઓને આ આસન ક્યારેય કરવું જોઈએ.