કોઈ પણ પ્રકારની ડિજિટલ માહિતી અથવા ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા, ખાસ કરીને અનધિકૃત માણસ ને તેનો ઉપીયોગ કરતો અટકાવ માટે ચેટ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે મેટાએ મેસેન્જરમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સ માટે વધુ નવી સુવિધાઓની જાહેરાત કરી છે, જેમાં ચેટ થીમ્સ, કસ્ટમ ઇમોજી, રીએક્શન, ગ્રુપ પ્રોફાઇલ ફોટા અને વધુનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું કે તેણે મેસેન્જર પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સના વૈશ્વિક પરીક્ષણને વિસ્તારવાનું પણ શરૂ કર્યું છે. ત્યારે જો તમે પણ ફેસબુક મેસેન્જરમાં ‘ગુફ્તગુ’ કરો છો તો સમાચાર તમારા કામના છે.
મેસેન્જરની નવી સુવિધાઓ
ચેટ થીમ્સ:
મેટા કહે છે કે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સમાં વાતચીતોને વ્યક્તિગત કરવા અને વધારવામાં મદદ કરવા માટે ચેટ થીમ્સ ઉમેરી રહ્યું છે. વપરાશકર્તાઓ નવી થીમ્સ સાથે બેકગ્રાઉન્ડને આકર્ષક બનાવી શકશે જેમાં સ્ટેટિક કલર અને ગ્રેડિયન્ટ થીમ્સનો સમાવેશ થાય છે.
કસ્ટમ ચેટ ઇમોજીસ અને રીએક્શન
ચેટ્સને વ્યક્તિગત કરવા ઉપરાંત, નવી સુવિધાઓ વપરાશકર્તાઓના પ્રતિભાવોને પણ વ્યક્તિગત કરશે. વપરાશકર્તાઓ ઇમોજી પ્રતિક્રિયાઓનું સંપૂર્ણ મેનૂ જોઈ શકશે અને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સમાં ઝડપી પ્રતિક્રિયાને કસ્ટમાઇઝ કરી શકશે.
ગ્રુપ પ્રોફાઈલ ફોટોઃ
યુઝર્સ હવે અલગ-અલગ ચેટ્સ માટે ગ્રુપ પ્રોફાઈલ ફોટો પસંદ કરી શકશે.
લિંક પ્રિવ્યુ:
મેટાએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ્સ માટે લિંક પ્રિવ્યુનું પણ પુનઃનિર્માણ કર્યું છે જેથી વપરાશકર્તાઓ જોઈ શકે કે લિંક તેમને ક્યાં લઈ રહી છે, તેના પર ક્લિક કરતા પહેલા. લિંક પૂર્વાવલોકન અન્ય મેટા-માલિકીના સામાજિક પ્લેટફોર્મ WhatsApp પર પણ ઉપલબ્ધ છે.
એક્ટીવ સ્ટેટસ:
એક્ટીવ સ્ટેટસ ફીચર લોકો ક્યારે સક્રિય છે તે જોવા, ક્યાં દેશે છે જેથી તેઓ એક્ટીવ સ્ટેટસ જાણીને તમારી સાથે કનેક્ટ થઈ શકે છે. વધુમાં, જો તેઓ વધુ ગોપનીયતા ઇચ્છતા હોય તો વપરાશકર્તાઓ આ સુવિધાને બંધ પણ કરી શકે છે.
એન્ડ્રોઇડ પર બબલ્સ
એન્ડ્રોઇડ સ્માર્ટફોનને પણ બબલ્સ (તમારા મિત્રના ચિત્ર સાથેનું વર્તુળ) મળશે જે વપરાશકર્તાઓને અન્ય એપ્લિકેશન્સનો ઉપયોગ કરતી વખતે સંદેશાઓ વાંચવા અને જવાબ આપવા દેશે. એકવાર સક્ષમ થયા પછી, જ્યારે વપરાશકર્તાઓને નવો સંદેશ મળશે ત્યારે એક બબલ દેખાશે.
મેસેન્જર માટે ડિફોલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન
મેટાએ એ પણ જાહેરાત કરી કે તેણે મેસેન્જર માટે ડિફૉલ્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનના પરીક્ષણને વિસ્તૃત કરવાનું શરૂ કર્યું છે. આનો અર્થ એ છે કે આગામી થોડા મહિનામાં, વધુ લોકો તેમની કેટલીક ચેટને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુરક્ષા સાથે અપગ્રેડ થતા જોવાનું ચાલુ રાખશે.