દાદીમાના નુસ્ખાઓમાં પણ એ વાત કહેવામા આવી છે કે સવેરે ઉઠતાવેત વાસી મોઢે એટલે કે બ્રશ કર્યા વગર રોજ એક પીવાય એટલું પાણી પીવાથી અનેક રોગ દૂર થાય અને સ્વથ્ય રોગ મુકત રહે છે. આપણે જ્યારે પણ બીમાર પાડીએ ત્યારે બાઇમરીને દૂર કરવા દવાનો સહારો લેતા હોઈએ છીએ પરંતુ જો એટલ્લું સમજી જાય કે સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ તો અનેક સંશાઓથી દૂર રહીએ છીએ અને અનેક બીમારીનો ઈલાજ પણ તેમાં રહેલો છે. તેના માટે રોજ ઊઠીને વાસી મોઢે 3 ગ્લાસ પાણી પીવું હિતાવહ છે.
શરીર તદુરસ્ત રહે તેના માટે જરૂરી છે કે શરીરની આંતરિક રચનાને કોઈ નુખન ન થાય કે ખોરવાય નહી અને સૌથી મહત્વનુ એ છે કે ખોરાકનું પાચન સારખું અને નિયમિત થાય. કારણકે તેનાથી આખા શરીરને અને મગજને ઉર્જા મળે છે. એ સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના માટે સવેરે વાસી મોઢે પાણી પીવાથી પાચન શક્તિ વધે છે.
શરીમાં અનેક પ્રકારનો કચરો જમા થયેલો હોય છે. જેના કારણે સહરીર અનેક બીમારીઓનું ઘર બને છે. જેમાં તમને સુસ્તી જેવુ લાગવું, આળસ આવવી, ચહેરા પર ખીલ થવા, વાળ ખરવા, પેટને લગતા રોગ થવા, અપચો થવો અને ઇન્ફેકશન જેવા પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે. અને આ પ્રશ્નો અને મુશ્કેલીઓથી દૂર રહેવાનો એક જ ઉપાય એ છે કે સવારે વાસી મોઢે પીવાય એટલું પાણી પીવું જોઈએ.
જે વ્યક્તિ મેદસવિતાનો ભોગ બની છે અથવા તો જેને વજન ઘટાળવો છે તેના માટે પણ સવારે બ્રશ કર્યા વગર ખાલી પેટે પાણી પીવું જોઈએ.