યોગ્ય જીવનશૈલી અને પોષક આહાર સાથે યોગ કાર્યક્રમની મુખ્ય થીમ
ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે અને તેના ભાગરૂપે, આયુષ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના ઉપલક્ષ્યમાં કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલય અંતર્ગતના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તેમજ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ સંઘ ના સહયોગથી આજે સોમનાથ ધામ ખાતે યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. અરબી સમુદ્રની પૃષ્ઠભૂમિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પરિસંકુલમાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી આ યોગ સત્રમાં ભાગ લેશે અને તેમની સાથે જુનાગઢ, અમરેલી તેમજ રાજકોટના હજારથી પણ વધારે દૂધ ઉત્પાદક ખેડૂતો પણ યોગ કરવા માટે જોડાશે.આ કાર્યક્રમ રાજ્ય મંત્રી, દેવાભાઇ માલમ, સાંસદ રાજેશ ચુડાસમા અને ભારત સરકારના પશુપાલન અને ડેરી ઉદ્યોગ સચિવ અતુલ ચતુર્વેદી પણ સામેલ છે.
આ કાર્યક્રમનો પ્રારંભ કિર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતના કાર્યક્રમ ડાયરા સાથે થશે. આ વિભાગ દૂધ અને ડેરી ઉત્પાદનોને મહત્વપૂર્ણ આવશ્યક પોષક તત્વોના સારા સ્રોત અને લગભગ સંપૂર્ણ ખોરાક તરીકે પ્રોત્સાહન આપીને આરોગ્ય અને સુખાકારી માટે જન આંદોલન તરીકે ઈંઉઢ-2022 ની પ્રવૃત્તિઓમાં વધુ લોકોને લાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગ દ્વારા આવા જ કાઉન્ટડાઉન કાર્યક્રમોનું આયોજન ઉત્તરાખંડમાં ગંગા ઘાટ, ઋષિકેશ અને તમિલનાડુમાં ક્ધયાકુમારી ખાતે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પણ કરવામાં આવી રહ્યું છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ કુમાલ બલયાન, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. એલ. મુરુગન પણ યોગોત્સવની શોભામાં વૃદ્ધિ કરશે અને તેઓ અનુક્રમે ઋષિકેશ અને ક્ધયાકુમારી ખાતે યોજાનારા કાર્યક્રમોમાં ડેરી ખેડૂતો સાથે યોગ સત્રમાં ભાગ લેશે