ધોરાજી નજીક આવેલા દૂધીવદર પાસે આવેલ તપોભૂમિ ઓમ આશ્રમ ના યોગીશ્રી ચંદ્રચૈતન્ય સ્વામી એ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ખાસ મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી સાથે યોજાયેલ બેઠક માં વર્તમાન સમયમાં યોગ અને આધ્યાત્મ વિષય પર સ્વામી ચંદ્ર ચૈતન્યજી એ જણાવેલ કે વ્યક્તિના નૈતિક મૂલ્યો, ધર્મપરાયણતા,બૌદ્ધિક વિકાસ, અને સારા આરોગ્ય માટે યોગક્રિયા આવશ્યક છે.
યોગ, પ્રાણાયામ, અને ધ્યાનક્રિયા મનુષ્યના અંતરમન અને શરીરને નિરોગી બનાવે છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવેલ કે વિશ્વ યોગ દિવસની ઉજવણી ની શરૂઆત ભારત થી કરવામાં આવી છે.યોગ અને પ્રાણાયામ એ આપણા ઋષિઓ એ આપેલું વરદાન છે.આજે સમગ્ર વિશ્વ યોગ અને પ્રાણાયામ તરફ વળ્યું છે. અને હજુ સરકાર દ્વારા યોગ અને પ્રાણાયામ તરફ લોકોને લઈ જવા સરકાર કાર્યરત છે.