સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય ભેટ સમાન યોગના જાગતિક દિન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અહીં રેસકોર્સના મેદાનમાં મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા મુખ્ય કાર્યક્રમમાં શહેરીજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે રાહુલ ગુપ્તાએ સંદેશો આપતા કહ્યું કે “વિશ્વ યોગ દિવસે યોગની ઉજવણી થાય છે, એવીરીતે નિયમિત રીતે લોકો યોગ કરે એવી વિનંતી કરું છું”
સામુહિક રીતે યોગાસનો કરી તન તથા મનને તંદુરસ્ત રાખવા માટે નિત્ય યોગ કરવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ૩૦૦થી પણ વધુ દિવ્યાંગો પણ સામેલ થયા હતા. અબાલવૃદ્ધ સહિત સૌ કોઇ આ ઉજવણીમાં જોડાયા હતા. સામુહિક યોગાસનો અને ધ્યાન ક્રિયાને કારણે પરોઢિયે રેસકોર્સના મેદાનમાં સુંદર વાતાવરણ ઉભું થયું.