આજની fast forward life જોતા એમ લાગે છે કે માણસ ટેકનોલોજીની પાછળ જતા જૂની આયુર્વેદિક પઘ્ધતિ ભૂલી રહ્યા છે. જેના કારણે રોગો પણ વધી રહ્યા છે. હાલની કોવિડ ૧૯ ની પરિસ્થિતિને પહોચી વળવા ઇમ્યુનીટી વધારવી એ જ માત્ર ઉપાય છે. જે આપણે યોગીક લાઇફસ્ટાઇલ દ્વારા મેળવી શકીએ છે.
મેદયુકત આહાર અને વ્યાયામનો અભાવ, માનસિક તણાવ એજ રોગોનું મુખ્ય કારણ છે આયુર્વેદિક એક લાઇફ સાઇન્સ છે. જે પ્રાકૃતિક તત્વો અને ત્રી દોષ (વાત, પિત, કફ) પર આધાર રાખે છે. યોગીક લાઇફ સ્ટાઇલનું ખુબ જ સારું વર્ણન આયુર્વેદમાં છે જેને આપણે ૪ કેટેગરીમાં સમજીએ યોગાસન, પ્રાણાયામ, ઘ્યાન, ગોફક આહાર
યોગસાન
યોગસાન તરીકે વ્યાયામ, આસન, હળવી કસરતો લઇ શકાઇ છે.આચાર્ય કહે છે વ્યાયામ એટલે શરીરની એવી ચેષ્ટા જે શરીરનું બળ વધારે સાથે મનોબળ વધારે એને વ્યાયામ કહેવામાં આવે અને એ માત્રાયુકત કરવું જોઇએ.
વ્યાયામ રોજ સવારે અને સાંજે કરવો જોઇએ દરમિયાન હુંફાળુ પાણી પિતા રહેવું જોઇએ. વ્યાયામ પત્યા પછી થોડો આરામ કરી સ્નાન કરવું જોઇએ.
વ્યાયામ દરમિયાન પરસેવો થાઇ છે જેનાથી શરીરનો ખરાબ પદાર્થ બહાર નીકળી જઇ શરીર શુઘ્ધ બને છે. લોહીનું ભ્રમણ પણ હ્રદય તરફ વધે છે અને ખરાબ ચરબી પણ ઘટે છે. શરીરના સ્નાયુને પોષણ મળે છે અને એ મજબુત બને છે. યોગાસનમાં સૂર્ય નમસ્કાર, પદ્માસન, વૃક્ષાસન, ત્રિકોણસન, ઉષ્ટ્રાસન, મકરાસન, ભુજંગાસન વગેરે નો આપણે કરી શકીએ છે.
પ્રાણાયામ
પ્રાણ વાયુને રોકવો એ જ પ્રાણાયામ છે. હાલના સ્ટ્રેસ વાળા વાતાવરણમાં પ્રાણાયામનું ઘણું મહત્વ છે જેમાં અનુલોમ વિલોમ, ભ્રામરી, કપાલભેદી, શીતલી વગેરે પ્રાણાયામ કુડલીની શકિતને જાગૃત કરે છે. જે કરવાથી ફેફસા શુઘ્ધ થાય છે અને લોહીમાં ઓકસીજનું પ્રમાણ પણ વધે છે. મગર પણ શાંત બને છે અને ચેતાતંતુ ને પણ આરામ મળે છે. યાદ શકિત પણ વધે છે. ખોરાકનું પાચનપણ સારું થાય છે અને જઠર અગ્નિની વૃઘ્ધિ થાય છે. ઘ્યાન દ્વારા આપણે મનને શાંત કરી સકિયે આત્મા અવલોકન એ ઘ્યાનનો જ પ્રકાર છે જે હાલની કોરોના જેવી મહામારીમાં માનસિક તણાવને દુર કરવામાં ઘણું કારગર સાબીત થઇ છે. ઘ્યાન દ્વારા ષટચક્ર એકિટવ થાય છે. આપણે મુર્તિ ઘ્યાન, બિંદુ ઘ્યાન, જયોતિ ઘ્યાન કરી શકીએ.
આહાર
યોગીક લાઇફ સ્ટાઇલમાં આહારનું ઘણું મહત્વનું ઘી, દુધ, ફુટ, લીલા શાકભાજી જે માંથી વિટામીન, પ્રોટીન, મિનરલ સારા પ્રમાણમાં મળે છે. જેનાથી રોગ પ્રતિકારક શકિત વધે છે. તો ચાલો આપણને યોગી કલાઇફસ્ટાઇલ ને આપણી દિનચર્યામાં અપનાવીએ અને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવીએ