અયોધ્યામાં દારૂ અને માંસનું વેંચાણ એ ભગવાન શ્રીરામના અપમાન સમાન: સંતો
સંતો-મહંતોની માંગને ઘ્યાને રાખી યુપી સરકારનો નિર્ણય તમામ વિભાગોના મંતવ્ય જાણ્યા બાદ લીગલ ફેમવર્ક ધડાશે
ઉત્તરપ્રદેશના ફૈજાબાદ જીલ્લાનું નામ બદલાવી ‘અયોઘ્યા’ કરી દેવાયું છે. ભગવાન શ્રીરામની જન્મભુમિ કહેવાતા એવા અયોઘ્યામાં હવે, યોગી સરકાર દારુ અને માંસ ઉપર પ્રતિબંધ લાદવાની તૈયારી બતાવી છે. અયોઘ્યાના સંતો-મહંતોએ માગ કરતા યોગી સરકારે આ નિર્ણય લીધો છે.
પ્રદેશ પ્રવકતા શ્રીકાંત શર્માએ આ અંગે જણાવ્યું કે, અયોઘ્યાના સંતો-મહંતોની માંગ છે કે પુરા અયોઘ્યા જીલ્લામાં દારૂ અને માંસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે સંતો-મહંતોની આ માંગને ઘ્યાને રાખી સરકારે વિવિધ વિભાગો પાસે રાય માંગી છે. તેમણે વધુમાં કહ્યું કે, વિભાગોના મંતવ્ય મળ્યા બાદ સરકાર લીગલ ફ્રેમવર્ક ઘડી દારૂ અને માંસના વેચાણ પર અયોઘ્યામાં પ્રતિબંધ મુકશે.
શ્રીકાંત શર્માએ કહ્યું કે, અત્યાર સુધી આ જીલ્લો ફૈઝાબાદ નામ અપાયું છે માટે હવે સમગ્ર જીલ્લામાં પ્રતિબંધની માગ ઉઠી છે. અયોઘ્યા જીલ્લામાં દારૂ અને માંસના વેચાણને લઇ સંતો-મહંતોનું કહેવું છે કે ભગવાનની નગરીમાં દારૂ અને માંસનું વેચાણ શ્રીરામનું અપમાન છે.
રામજન્મભૂમિના પુજારી સ્વામી સત્યેન્દ્ર દાસના નેતૃત્વમાં સંતોએ સહકાર સમક્ષ આ માંગ કરી છે. તેમણે કહ્યું કે, માંસ અને દારૂના વેચાણથી હિંસા અને પ્રદુષણ વધે છે અને આ પ્રવૃતિઓ શ્રીરામ જન્મભૂમિમાં યોગ્ય નથી આથી આ પર પ્રતિબંધ લાદવો જ જોઇએ.