આજે વૈશાખ વદ અમાસ, સોમવાર અને શનિ જયંતિનો શુભ સંયોગ થયો છે. એવું કહેવાય છે કે આજે શનિ મહારાજની શ્રધ્ધાપૂર્વક ઉપાસનાથી તમામ કષ્ટો શનિદેવ દૂર કરે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મંદિરોમાં આજે શનિજયંતીની ઉજવણી થશે.
ખાસ કરીને સોમવતી અમાસ હોય સોમનાથ, ઉના અને પોરબંદર નજીક શનિધામ હાથલા ખાતે ભકતોનું ઘોડાપૂર ઉમટશે શનિ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચન, ધ્વજારોહણ હવનના કાર્યકમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત મહાપ્રસાદનો પણ બહોળી સંખ્યામાં ભાવિકો લેશે. લોકો શનિની પનોતી ઉતારવા શનિદેવને તેલ, અડધ, શ્રીફળ સીંદોર ચડાવી માનતા પૂરી કરશે. ઉપરોકત તસ્વીરમાં રાજકોટના જયુબેલી બાગમાં આવેલ શનિ મહારાજના મંદિરમાં ભકતોની લાંબી લાઈન લાગી છે. અને પુજા-અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
માત્ર રાજકોટમાં જ હનુમાનજીનું મંદિર, પીપળો અને નવગ્રહ મંદિરનો ત્રિવેણી સંગમ: ટ્રસ્ટી દેવરાજ ચીખલીયા
અબતક સાથેની વાતચીતમાં દેવરાજભાઈ ચીખલીયા કે જે જયુબેલી ખાતે આવેલા શનીદેવના મંદિરના ટ્રસ્ટી છે. તેમણે જણાવ્યું કે આજરોજ સોમવતી અમાસ છે. અને સાથે શની જયંતી પણ છે. અને પીપળાની અંદર પ્રગટ હનુમાનજી જયુબેલી સાત હનુમાન મંદિરમાં છે. જેથી હનુમાનજીનું મંદિર, પીપળો અને નવગ્રહનું મંદિર ગુજરાતમાં પણ કયાંય નથી અને આ એક ત્રીવેણી સંગમ છે. અને આજે શની જયંતી હોવાથી મામા અને ભાણેજનો પૂજા કરવાથી મોટું પૂણ્ય મળે છે. અને આજે શનીજયંતીના રોજ શનીની પનોતી કે શનીગ્રહ નબળો હોય તેમનો પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતી અને સમૃધ્ધી આવે છે.
સોમવતી અમાસ અને શનિજયંતીનો આજે ૧૦૮ વર્ષ પછી સોનેરો સંગમ: જયોતષ અતુલ કડીયા
અબતક સાથેની વાતચીતમાં અતુલ હડીયાએ જણાવ્યું કે જયુબેલી ખાતે નવગ્રહનું મંદિર આવેલ છે. તેમાં તેઓ જયોતિષ તરીકે સેવા આપે છે. આજે સોમવતી અમાસ છે. અને આજે શનીજયંતીનું પણ અને‚ મહત્વ છે. આ ૧૦૮ વર્ષ પછી આવતો એક સોનીરો સંગમ છે. આજરોજ શનીદેવનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જેમાં શનીદેવને કાળાતલ, તેલ નો અભીષેક કરવામાં આવે છે. મંદિર ૫૦ થી ૬૦ વર્ષથી સેવા આપી રહ્યું છે. આ મંદિરમાં ૨૪ કલાકની અંદર અનેક લોકો શનીદેવની પૂજા અર્ચના કરી ભકિતનો લાભ લે છે.
ઉપરાંત મંદિરની ખાસીયત પીપળામાં હનુમાનજી બીરાજેલ છે. જેમાં લોકો દ્વારા હળદર અને પાણીનો અભીષેક થાય છે. આ મંદિરમાં કર્મકાંડ અને વહેમ કે અંધશ્રધ્ધાને માન્યતા ન આપીને વૈજ્ઞાનીક ધોરણે લોકોને સહકાર આપવામાં આવે છે. દર શનીવારે સુંદરકાંડના પાઠ કરવામા આવે છે. તેમજ મોરારીબાપુ રમેશભાઈ ઓઝા જેવા ભાગવતના કથાકારો બે વખત મંદિરમાં કથાનો લાભ આપે છે. એમ આ મંદિરમાં બધા જ દેવી દેવતાઓ બીરાજમાન છે. અને રાજકોટની પ્રજા આમંદિરમાં જાતી જ્ઞાતીના ભેદભાવ વગર આ મંદિરે દર્શન કરવા આવે છે.