ઉત્તરપ્રદેશનાં નોઈડા, ગાઝિયાબાદ, ગાઝીપુર જેવા સરહદી વિસ્તારોમાંથી સ્થળાંતરીતોને વતન પહોંચાડવા કોંગ્રેસે સ્વખર્ચે ૧૦૦૦ બસો દોડાવવાની યોગી સરકારને દરખાસ્ત કરી હતી

દેશભરમાં ચાલી રહેલી કોરોના કટોકટીમાં સરકાર માટે સ્થાનાંતરીતોની મોટા પ્રમાણમાં વતન તરફની હિજરત પડકારરૂપ બનવા પામી છે ત્યારે દેશભરમાં આ સમસ્યાના નિવારણ માટે શાસક પક્ષને મદદ માટે વિપક્ષ કોંગ્રેસ પણ આગળ આવ્યું છે. અન્ય રાજયોમાંથી ઉત્તરપ્રદેશના સરહદી વિસ્તારો નોઈડા અને ગાઝીપુર સુધી પહોંચેલા સ્થાનાંતરીતોને ઘરભેગા કરવા કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને ૧૦૦૦ બસો ફાળવવાની દરખાસ્ત કરી હતી. યોગી સરકારે પ્રિયંકાની આ દરખાસ્તનો સ્વીકાર કરીને તેના અમલ માટે કવાયત હાથધરી છે.

દેશભરમાં ચાલી રહેલી કોરોના કટોકટીમાં સરકાર માટે સ્થાનાંતરીતોની હિજરત પડકારરૂપ બનવા પામી છે ત્યારે આ સમસ્યાનાં નિવારણ માટે કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ હિજરતી સોમવારે ઉતરપ્રદેશ સરકારના અધિક મુખ્ય સચિવ અવિનિશ અવસ્થીએ પ્રિયંકા ગાંધી વાઢરાને પત્ર લખી તેમની વિસ્થાપિત મજુરો માટે ૧૦૦૦ બસો ફાળવવાની દરખાસ્ત સ્વીકારી લીધી હોવાની જાણકારી આપી હતી. ઉત્તરપ્રદેશ સરકારે કોંગ્રેસનાં નેતાને બસો અને ડ્રાઈવરની વિગતો જલ્દીથી પુરી પાડવા વિનંતી કરી છે જેથી સ્થાનાંતરીત મજુરોની મદદ માટે ઉપયોગ કરી શકાય. પ્રિયંકા ગાંધીએ શનિવારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાજયમાં ચાલીને ઘેર તરફ જતા સ્થાનાંતરીતોને મદદરૂપ થવા માટે ૧ હજાર બસો ફાળવવાની તૈયારી દર્શાવવા વિનંતી પત્ર લખ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ગાઝીપુર અને નોયડાના સરહદીય વિસ્તારમાંથી મજુરોને લઈ જવા માટેનું ભાડુ કોંગ્રેસ ચુકવશે. ઉત્તરપ્રદેશનાં ઓરૈયા જીલ્લામાં મજુરો ભરેલા ટ્રકો વચ્ચે થયેલા અકસ્માતમાં ૨૪ મજુરોના મૃત્યુના બીજા દિવસે પ્રિયંકાએ યોગી સરકારને આ પત્ર લખ્યો હતો. દેશનાં વિવિધ વિસ્તારોમાંથી લાખો કામદારો ઉત્તરપ્રદેશ તરફ આવી રહ્યા છે. તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની હજુ સુધી કોઈ વ્યવસ્થા થઈ હોય તેવું દેખાતુ નથી તેમ પ્રિયંકા ગાંધીએ પત્રમાં જણાવ્યું હતું. આ સાથે પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર ટવીટ કર્યું હતું કે, પ્રવાસી મજુરોની મોટી સંખ્યા ગાઝીયાબાદના રામલીલા મેદાનમાં ઘરે જવા માટે જમા થઈ છે. યુપી સરકારે કોઈ વ્યવસ્થા બરાબર થતી નથી. જો એક મહિના પહેલા આવી વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હોત તો મજુરોને આવી તકલીફ ઉઠાવવી પડી ન હોત.

મજુરો પ્રત્યેની સેવાઓના પોતાના ઉતરદાયિત્વની ફરજના ભાગરૂપે કોંગ્રેસ ગાઝીપુર સરહદ, ગાઝીયાબાદ અને નોયડાથી ૫૦૦ બસો પોતાના ખર્ચે શરૂ કરવા જઈ રહી છે. અમે આવી ૧૦૦૦ બસો વિસ્થાપિત મજુરોની મદદ માટે સરકારી મંજુરી જોઈએ છે તેમ પ્રિયંકાએ તેના પત્રમાં જણાવ્યું હતું. આ તમામ ગતિવિધિમાં કોવિડ-૧૯ કટોકટી સંદર્ભે રાખવામાં આવતી તકેદારીનું પુરેપુરુ પાલન કરવામાં આવશે તેમ તેણીએ પત્રમાં જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજયસિંહલાલુની અધ્યક્ષતામાં યોગી આદિત્યનાથને મળવા ગયેલા પ્રતિનિધિ મંડળે હાથોહાથ સોંપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.