વાણી, વર્તન, વ્યવહાર પર પૂ.સંતોનું પ્રેરક માર્ગદર્શન

પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. તે અંતર્ગત ગઈકાલે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાત્રે ૭:૩૦ થી ૯ વાગ્યા સુધી મનોહરસિંહજીના પેલેસ ખાતે યોગી ગીતા સ્મૃતિ સમારોહ યોજાયો હતો.

જેમાં રાજકોટના યુવરાજ માંધાતાસિંહજી અને તેમના સુપુત્ર જયદિપસિંહ ઉપસ્તિ રહ્યાં હતા. આજી બરાબર ૭૭ વર્ષ પૂર્વે તા.૨૮-૩-૧૯૪૧ના દિવસે વિશ્ર્વવંદનીય સંત પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના ગુરુવર્ય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજી નદીને કાંઠે કૃષ્ણજી અદાની દેરીએ મુમુક્ષુઓ માટે સ્વહસ્તે ગ્રંથ લખ્યો હતો. એ ઉપદેશ પ્રસાદી એટલે યોગીગીતા. સમગ્ર શા માત્રના સાર સમાન આ નાનકડા પુસ્તકનું વિશ્ર્વના લાખો ભક્તો નિત્ય પઠન કરે છે.

હાીખાના સ્તિ મનોહરસિંહજીના પેલેસ ખાતે યોજાયેલા સ્મૃતિ સમારોહમાં ઉપસ્તિ ભક્તોને વિવિધ સંતોના પ્રવચનો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. માનવીના જીવનમાં જો પવિત્રતા ન હોય તો તેના કોઈ શબ્દો કયારેય કોઈ વ્યક્તિને જાગૃત કરી શકતા ની. જયારે ભગવાનના પરમ પવિત્ર સંતોના શબ્દો લોકોને આખું જીવન બદલવાની પ્રેરણા આપતા હોય છે.

ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ એમના શબ્દોથી જીવની હારેલા અસંખ્ય લોકો પવિત્ર જીવન જીવવા લાગ્યા હતા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે મુમુક્ષુઓ માટે સ્વહસ્તે લખેલ ગ્રંમાં સુખી જીવન જીવવાનો રાજમાર્ગ દર્શાવ્યો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સંતો જેમાં પૂ.ઉત્તમપુરૂષ સ્વામી, પૂ.વિશ્ર્વેર્શ્તી સ્વામી અને પૂ.અપૂર્વમુનિ સ્વામીએ આ ગ્રંમાં જણાવેલ વાણી, વર્તન અને વ્યવહાર દ્વારા સુખી જીવન જીવવાનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ ‘યોગી ગીતા સ્મૃતિ સમારોહ’માં ૨૦૦૦થી વધુ ભક્તો-ભાવિકોએ યોગી ગીતાના મર્મને જાણીને સુખી જીવન જીવવાની સંજીવની પ્રાપ્ત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.