ચિત્રકુટમાં રામકથામાં યોગી આદિત્યનાથની ઉપસ્થિતિએ વિશાળ જનમેદનીનો ઉત્સાહ બમણો કર્યો
રામકથામાં વ્યાસપીઠની વંદના બાદ કથાશ્રવણ કરી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી મેદનીને બમણો આનંદ આપ્યો. ખૂબ જ ટુંકું છતાં વિદ્વતાપૂર્ણ ઉદબોધન કરતા યોગીએ કહ્યું કે આ એ જ બુંદેલખંડ ધરા છે જ્યાં ચિત્રકૂટમાં રામ પોતાના વનવાસનો સર્વાધિક સમય અહીં રોકાયા હતા. રામની કથા એ ભારતની અને ભારતના પ્રત્યેક પરિવારની,પ્રત્યેક માણસના હૃદયમાં વસેલી માનવીયતાની કથા છે.જે આપણને જીવવાની નવી પ્રેરણા આપે છે. દેશ,સમાજને ધર્મ રાહ દેખાડે છે.યોગીએ જણાવ્યું કે વિપરિત પરિસ્થિતિઓમાં રામકથા અને વ્યાસપીઠે નવી દિશા બતાવવાનું કામ કર્યું છે.
રામના ભવ્ય મંદિરનો મતલબ રાષ્ટ્રમાં કોઈ ભેદ ન હોય,કોઈના પ્રત્યે અભાવ ન હોય અને કોઈ પણ પ્રકારની બૂરાઇને સ્થાન ન હોય.આદર્શ વ્યવસ્થા જળવાય રહે.સાથે સાથે એ પણ જણાવ્યું કે બુંદેલખંડની ધરતી પર વિકાસ ઝડપથી થઇ રહ્યો છે અને આવતા ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ બુંદેલખંડના પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાશે અને ખેતી માટેનું પાણી પણ પહોંચાડવામાં આવશે.સાથે-સાથે નવ જવાનો ને જે તોપ મળે છે એ તોપ બનાવવાનું કામ બુંદેલખંડની ધરતી પર શરૂ થશે.અહીંની વિકાસ યોજનાઓ વિશે કહ્યું અને જણાવ્યું કે એક જ સ્વરમાં 135 કરોડ ભારત બોલશે તો રામરાજ્યનો માર્ગ ઝડપથી નિર્માણ થશે અને આ સૌભાગ્ય મને મળ્યું જેથી હું બીજીવાર ચૂંટાઇ અને અહીં આવ્યો છું.