૧૨ જુલાઈએ સદનમાં પડિકામાં ૧૫૦ ગ્રામ પીઈટીએનનો રિપોર્ટમાં ખુલાસો થતા યોગી આગબબુલા: આપાત્તકાલિન બેઠક બોલાવી

લખનઉ

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પીઈટીએન વિસ્ફોટક મળી આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગંભીર ચિંતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સદનમાં વિસ્ફોટકનું મળવું એ ષડયંત્રનો હિસ્સો છે. જેની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા થવી જોઈએ ૫૦૩ સદસ્યોની સુરક્ષા સામે ૧૨ જુલાઈએ સદનમાં પડિકામાં ૧૫૦ ગ્રામ પીઈટીએન વિસ્ફોટક મળ્યું હતું. ત્યારે આવા ૫૦૦ ગ્રામ વિસ્ફોટકથી સદનની બિલ્ડીંગ ઉડી શકે તેમ છે.

આ અંગેની ચર્ચા માટે તેમણે ખાસ બેઠક યોજી હતી.

વિધાનસભાના સત્ર દરમ્યાન આ વિસ્ફોટક મળી આવતા ખળભળાટ મચી ગઈ હતી. વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન સભાની અંદરથી ૧૫૦ ગ્રામ સફેદ રંગનો પાવડર મળ્યો જે અંગેનો રીપોર્ટ આવતા જાણવા મળ્યું છે કે, આ સંદિગ્ધ પાવડર પ્લાસ્ટીક એકસપ્લોસિવ (પીએનટીએન) છે જે વિરોધ પક્ષની ખુરશી નીચે મળી આવ્યો હતો જયારે વિસ્ફોટક મળી આવ્યાની માહિતી મળી ભવનને તાત્કાલિક બંધ કરી સુરક્ષાકર્મીઓને તપાસમાં લગાડવામાં આવ્યા.

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી આનંદકુમારે જણાવ્યું હતું કે પીઈટીએન નામનો આ વિસ્ફોટક વિરોધી નેતા રોમગોવિંદ ચૌધરીની ખુરશીની પાસેથી મળી આવ્યો હતો. તેમનું કહેવું હતું કે, આ વિસ્ફોટ માટે ડેટોનેટરની જ‚ર પડે છે પરંતુ ડેનોનેટર મળ્યા નથી. તેમણે કબુલ્યું હતું કે, સુરક્ષામાં ચુક છે પરંતુ પૂર્ણ તપાસ વગર વધારે કાંઈ કહી શકાય તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે આ બાબતમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે દુધનું દુધ અને પાણીનું થઈ જશે. ગઈકાલ સાંજે આ વિસ્ફોટકને તપાસમાટે મોકલવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે નિવેદન આપ્યું હતું કે, ભાજપના નોટબંધી અને જીએસટીમાં જનતા ગુચવાઈ ગઈ છે. ત્યારે બીજી વિસ્ફોટક મળ્યા બાદ વિધાનસભાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કમાન્ડોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસ્ફોટક ઘણો જ શક્તિશાળી હોવાનું વિશેષજ્ઞોનું માનવું છે. હાલ વિધાન ભવનમાં ગૃહ વિભાગના વડા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.

સચિવાલયની અંદરની સુરક્ષાની જવાબદારી સચિવાલયના પ્રશાસન પાસે હોવાની ચર્ચા બેઠકમાં ઉઠયા બાદ સાંજે બીજેપીના ધારાસભ્ય મહેશ ગુપ્તાએ તમામ અધિકારીઓનો ઉધડો લીધો. તેમજ સુરક્ષા માટે ક્રમશ જાણકારી મેળવી આવી સમસ્યાઓ કેમ નિવારવી તેના વિશે સુચનો મંગાવ્યા હતા.સદનની સુરક્ષાના હેતુ માટે ધારાસભ્યો અને સાંસદોના પાસ લગાવ્યા વિનાના વાહનોને રોકવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓની આ ચૂક માટે ગંભીરતાથી લેવામાં આવશે એવું સુરક્ષા અધિકારીઓને કડક શબ્દોમાં મહેશ ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું. સચિવાલયની સુરક્ષા બાબતની મીટીંગ પહેલા વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દિક્ષિતની અધ્યક્ષતામાં પ્રમુખ સચિવ વિધાનસભા, પ્રમુખ સચિવ વિધાન ગૃહ, પ્રમુખ સચિવ સચિવાલય પ્રશાસન, ડીજીપી, લો એન્ડ ઓર્ડર, એડીજી સિકયુરીટી, ઉચ્ચ પોલીસ અધિક્ષક વિધાન સહિત વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.