આજના વિશ્વને સદંતર બદલી નાખે એવી મહાન ક્રાંતિની તાતી જરૂરત છે: આપણો દેશ પણ વહેલી તકે યુગાવતાર લક્ષી પરિવર્તનની રાહ જૂએ છે!
દેશ પરદેશમાં કરોડો અબાલવૃઘ્ધ બંધુ-ભગિનીઓ માટે શરીર તેમજ આત્મા વચ્ચે એકત્વનું દૈવત સર્જવાનો અવસર
નરેન્દ્ર મોદીએ સંયુકત રાષ્ટ્ર સંઘમાં (યુનોમાં) ‘યોગા’નું વિશ્વની માનવજાત માટે જે મોંધેરુ મહત્વ છે અને જે અજોડ મહિમા છે તેની સચોટ સમજણ આપીને આજના દિવસને ‘વિશ્વ યોગ દિન’તરીકે ઘોષિત કરવાનો કરેલો અનુરોધ વિશ્ર્વભરના દેશોને સમોહિત કરી ગયો અને તેમનો અનુરોધ માન્ય રહ્યો એને અનુલક્ષીને આજે વિશ્ર્વના કરોડો આબાલવૃઘ્ધ બંધુ-ભગિનીઓ આજે યોગાસનોનો મહાયજ્ઞ કરશે. શ્રી નરેન્દ્ર મોદી માટે અને ભારત માટે ગૌરવપૂર્ણ તેમજ અવિસ્મરણિય બની રહેશે.
શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ ‘યોગેશ્ર્વર’છે તેઓ યોગ વિદ્યાના સર્જક અને જ્ઞાતા છે.
મહાઋષિ પતંજલીએ એના આધારે યોગવિદ્યાને અંકિત કરી હતી અને વિભૂષિત કરી હતી.
ભારતના ગ્રંથો શાસ્ત્રો અને વેદો પ્રાચીનતમ માનવામાં આવે છે. જેમાં બ્રહ્મવિદ્યાનું નિરુપણ કરવામાં આવ્યું છે. બ્રહ્મવિદ્યા એટલે સર્વોત્કૃષ્ટ આ બ્રહ્મવિદ્યા એટલે જ યોગવિદ્યા શ્રીમદ્દ ભાગવદ્દ ગીતામાં ભગવાને યોગ શાસ્ત્ર જ સમજાવ્યું છે એટલે જ ગીતાના દરેક અઘ્યાયના શિર્ષક સાથે યોગ શબ્દ જોડાયો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, બ્રહ્મતત્વ એ અંતિમતત્વ છે જેને જાણ્યા પછી અન્ય કાંઇ જાણવાનું રહેતું નથી અને જે એને જાણે તે મુકત બની જાય આમ યોગવિદ્યાએ અજબ અમર બનાવનારી વિદ્યા છે એટલે જ સાચી વિદ્યા કોને કહેવાય એ સમજાવવા શાસ્ત્રોમાં કહ્યું છે આ વિદ્યા યા વિમુકતયે અર્થાત જે મુકિત અપાવી શકે એ જ સાચી વિદ્યા યોગ મોક્ષપ્રાપ્તિનું સાધન છે માટે તે સાચી વિદ્યા છે.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ આકર્ષાયુ છે ત્યારે યોગના સાચો અર્થ જાણવાની જરુર છે જયારથી ર૧ જુનને વિશ્વ યોગ દિવસ જાહેર કરાયો છે ત્યારથી વધુ ને વધુ લોકો યોગમાં જોડાયા છે અને વિવિધ યોગાસન પ્રાયાણામ શીખવા લાગ્યા છે. અસંખ્ય યોગગુરુએ પણ આ વિદ્યા શીખવવા લાગ્યા છે પરિણામે યોગ એટલે વિવિધ યોગાસનો જેવો સંકુચિત અર્થ લોકો કરી રહ્યા છે પરંતુ આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિની આ કિંમતી ધરોહર છે જેના દ્વારા મોક્ષ સુધી પહોંચી શકાય તે જાણવાની જરુર છે.
મોક્ષ પ્રાપ્તિ માટે યોગ સાધનાનો પથ લાંબો પણ સાચો છે બધા જાણે છે કે તેમ યોગમાં આઠ અંગો હોવાના કારણે તેને અષ્ટાંગ યોગ કહેવાય છે યોગનું સાતમું અંગ આસન અને આઠમું સમાધિ ત્યાંથી મોક્ષ સુધી પહોંચી શકાય છે પરંતુ શકાય છે પરંતુ આજે આપણે ત્રીજુ અંગ આસન અને ચોથું અંગ પ્રાણાયામ સુધી જ અટકી ગયા છીએ કારણે કે કંઇ શારીરીક લાભ થાય છે તેમાં જ માણસ સંતોષ માનીલે છે માણસનો શરીરભાવ ખુબ જ સ્ટ્રોંગ હોવાના કારણે આ બને છે પરંતુ શરીરભાવથી ઉપર ઉઠી મન આત્મભાવમાં સ્થિર થાય તે સ્થિતિ ખુબ જ આનંદપ્રદ છે.
આજના દિવસે યોગગુરુ બાબા રામદેવ પણ યોગવિદ્યા અને યોગાસનોના પ્રચાર-પ્રસાર માટે યશભાગી બની શકે છે.
અહેવાલો દર્શાવે છે એ મુજબ, આજના દિવસે ૧૦૦૦ થી વધુ સંતોએ આ યોગભીના અવસરમાં જોડાવાની તૈયારીઓ કરી છે.
એકલા ગુજરાતમાં એક કરોડ એકાવન લાખ લોકો યોગાના આ મહાયજ્ઞમાં જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો, જેને કરોડો લોકોએ જુદા જુદા માઘ્યમો દ્વારા ઉત્તેજનાપૂર્વક અને શ્રઘ્ધાભેર ઝીલ્યા હતો.
અત્રેએ યાદ રહે કે સ્વાઘ્યા પરિવારના પ્રણેતા શ્રી પાંડુરંગ આર્થબલેએ સ્વાઘ્યાય પરિવારના આરાઘ્ય પ્રભુ તરીકે યોગેશ્ર્વર ને પ્રસ્થાપિત કર્યા હતા.
યોગાસનો અને યોગવિદ્યા માનવજાતને શારીરિક સ્વાસ્થ્ય જ નહિ, પણ આત્મબળ, આત્મોન્નતિ અને આત્માના ઉર્ઘ્વગમનનું દૈવત બક્ષે છે. ઘ્યાન યોગ વડે મનુષ્ય માત્ર તેની જીવનયાત્રા દરમ્યાન કર્મક્રિયામાં અને ધર્મક્રિયામાં અનેરી સ્ફુતિ પામે છે.
આપણો દેશ આ ક્ષેત્રે ‘વિશ્ર્વગુરુ’બની શકશે અને એના દ્વારા નવા મનુષ્યો સર્જાશે તથા સમાજ બદાલશે એમ કશી શકાય તેમ છે.
આની સાથે દેશમાં અનિવાર્ય છે એવું યુગલક્ષી પરિવર્તન આવે અને તેના પ્રવાહમાં મતિભ્રષ્ટતા, અનાચાર, અપવિત્રતા અને પાપાચાર ધોવાઇ જાય એમ કોણ નહિ ઇચ્છે?