ગુજરાત માં અગ્રેસર અને મોબાઈલની દુનિયા માં આગવી ઓળખ ધરાવતી પ્રખ્યાત કંપની પૂજારા ટેલિકોમ ના નવા સાહસ ઝ૩ અશિ એવિએશન કંપની શરૂ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂજારા ટેલિકોમ અને અશિ કંપની ના સ્થાપક ચેરમેન યોગેશભાઈ પૂજારા દ્વારા દિવાળી ના શુભ દિવસે રાજકોટ થી આ સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એર દ્વારા ગુજરાત માં વસતા શ્રદ્ધાળુ યાત્રિકો માટે ચાર્ટર હેલિકોપ્ટર દ્વારા રાજકોટ થી જગવિખ્યાત ગુજરાત ના ૩ મુખ્ય તીર્થસ્થળો સોમનાથ, દ્વારકા અને અંબાજી ના દર્શન ની સેવા શરૂ કરવામાં આવેલ છે.
એરના ૬ સીટરના આ ચાર્ટર હેલિકોપ્ટર દ્વારા રાજકોટ થી સોમનાથ અને રાજકોટ થી દ્વારકા નું અંતર ફક્ત ૩૦ મિનિટ માં પુરૂ કરવામાં આવે છે અને યાત્રિકો ને હેલિપેડ થી ખાસ વાહન ની સગવડ અને અનુભવી સ્ટાફ દ્વારા મંદિર દર્શન કરાવી રાજકોટ પરત લાવવામાં આવે છે.
કંપની દ્વારા પ્રથમ તબક્કામાં સોમનાથ દર્શન શરૂ કરવામાં આવેલ, જેમાં આજ સુધી શ્રદ્ધાળુ લોકો એ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી.
બીજા તબક્કા માં આજથી કંપની ના ચેરમેન શ્રી યોગેશભાઈ પૂજારા દ્વારા દ્વારકા દર્શન માટે આ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં યોગેશભાઈ પૂજારા એ ભગવાન શ્રી દ્વારકાધીશ ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ સીવાય અશિ દ્વારા ખુબજ નજીક ના સમય માં ૬ સીટરના ખાસ ચાર્ટર એરક્રાફ્ટ ની સેવા પણ શરૂ કરવામાં આવનાર છે, જેમાં રાજકોટ થી સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર અને ભુજ જવા માટે લોકો ને આ સેવા નો લાભ પ્રાપ્ત થશે.