રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વાઈસ પ્રેસીડન્ટ યોગેંદ સિંઘે સંજય ભણસાલીને પત્ર સુરત કર્યો કે, હવે ફિલ્મ ‘પદ્માવત’ સામે અમને કોઈ જ વાંધો નથી
શું કરણી સેનામાં ઉભા ફાડા થઈ ગયા છે ? ‘પદ્માવત’ની રીલીઝને લઈ કરણીનું એક ગ્રુપ રાજી થયું છે. રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના વાઈસ પ્રેસીડેન્ટ યોગેન્દ્રસિંઘ કાતર અને કરણી સેનાના મહારાષ્ટ્રના કો-ઓર્ડીનેટર જીવનસિંઘે સંજયલીલા ભણસાલીને ગઈકાલે એક પત્ર સુરત કર્યો જેમાં લખ્યું છે કે ફિલ્મ પદ્માવતની રીલીઝને લઈને તેમને કોઈ જ પ્રકારનો વાંધો વચકો નથી.
અગાઉ ‘પદ્માવત’ ૨૫મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ રીલીઝ થવાની હતી પરંતુ કરણી સેનાના વિરોધના પગલે તેની રીલીઝ મોકુફ રખાઈ હતી.
ત્યારબાદ સેન્સર બોર્ડે ફિલ્મને યુ/એ સર્ટીફીકેટ આપીને રીલીઝ માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. આમ છતાં વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ફિલ્મ પર પ્રતિબંધ મુકવા પિટિશન થઈ હતી જે સુપ્રીમે ફગાવી હતી.
આમ છતાં તોફાન થતા ૪ રાજયોમાં ફિલ્મ રીલીઝ થઈ શકી નથી. અન્ય જગ્યાએ પદ્માવતે સફળતાના ઝંડા ફરકાવ્યા છે.
હવે કરણીસેનાના એક જુથે પદ્માવતને ટેકો આપ્યો છે. તેમણે ભણસાલીને લેખિતમાં આપ્યું છે કે, ફિલ્મ સામે અમને કોઈ જ રાવ કે ફરિયાદ નથી.