અત્યારના સ્ટ્રેસફુલ સમયમાં ડિપ્રેશન ખૂબ જ સામાન્ય રોગ બની ચુક્યો છે. અમેરિકાના બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મોંઘીદાટ દવાઓ ખાવાના બદલે અથવા તો તેની સાથે સાથે યોગાસનો કે પ્રાણાયમ કરવામાં આવે તો નોંધપાત્ર ફાયદો મળે છે.
એન્ટિડિપ્રેશન દવાઓ ન લેતાં ડિપ્રેશનના દર્દીઓ પણ અઠવાડિયામાં સરેરાશ દોઢ કલાક યોગાસન અને પ્રાણાયમ કરે તો તેમને રાહત મળે છે.