યોગ એક પ્રાચીન ભારતીય જીવનની પધ્ધતિ છે જેમાં શરીર, મન અને આત્મા ત્રણેય એક સાથે (યોગમાં) લાવવાનું કામ કરે છે. યોગએ શરીર,મન અને મસ્તિકને સંપૂર્ણપણે સ્વસ્થ રાખવા મદદરૂપ કરે છે. તેમજ યોગએ અનેક બિમારીઓની સમસ્યાઓનો ઉકેલ છે. તો ચાલો જાણીએ,યોગ કરવાથી કઇ બિમારીઓની સમસ્યા દૂર થશે.
અસ્થમા :
અસ્થમામાં ગળુ અને છાતી ખૂબ સંવેદનશીલ થઇ જાય છે. તેમજ આ રોગમાં દર્દીને ખૂબ સાવધાની રાખવી પડે છે. અને આવી સ્થિતિમાં જો તમે યોગ કરો છો તો શરીર અને મગજ બંનેને શક્તિ મળે છે અને અસ્થામાથી રાહત મળે છે.
સ્લીપ ડિસઓર્ડર :
વ્યસ્ત લાઇફ સ્ટાઇલમાં લોકો તનાવ અને પરેશાનીઓમાં રહે છે જેના કારણેએ આરામથી ઉંઘી શકતા નથી અને તેઓ અનિંદ્રાના શિકાર થઇ જાય છે. અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવવા સૌથી સરળ ઉપાય છે. યોગનિદ્રા યોગ નિદ્રા તનાવ દૂર થાય છે અને તમે ફ્રેશ અનુભવો છો.
હાઇબ્લડ પ્રેશર :
અનિયમિત, ખાન-પાન, વધારે મીઠુ ખાવુ, ગેસ, અનિદ્રા જેવી ટેવથી હાઇ બ્લડ પ્રેશરના ચાન્સ વધી જાય છે. અને તેના માટે શવાસન, પ્રાણાયામ જેવા યોગ લાભદાયક છે.
ડાયાબીટીસ :
ડાયાબીટીસ માટે પ્રાણાયામ, સેતુબંઘાસન, બાલાસન જેવા યોગ કરવામાં ફાયદેમંદ છે. જે તમારી બોડીના શુગર લેવલને નિયંત્રિત કરવા મદદરૂપ બને છે.
ડિપ્રેશન :
ડિપ્રેશનથી ગુજરતા લોકોને યોગ કરવા ખૂબ જરૂરી બને છે. તેમજ યોગ કરવાથી તમારા કામનો થકાન, તનાવ દૂર રાખે છે. અને તમારા મૂળ રિફ્રેશ રાખે છે.