બાળકોને યોગા, સુદર્શન ક્રિયા, પ્રાણાયામ, ગેઇમ્સ પેઇન્ટીંગ શિખવાડવામાં આવ્યું
આર્ટ ઓફ લીવીંગ રાજકોટ ચેપ્ટર દ્વારા બાળકો અને યુવાઓ માટે ઉત્કર્ષ યોગા અને મેઘા યોગા વર્કશોપનું તા.4 થી 8 મે દરમિયાન ‘સ્નેહ નિર્જર’ બીટી સવાણી કિડની હોસ્પિટલની સામે, યુનિવર્સિટી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આર્ટ ઓફ લિવિંગ સમાજમાં યોગા, પ્રાણાયામ, ધ્યાન અને સત્સંગ દ્વારા તણાવમુક્ત, સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપે છે. બાળકોને વર્કશોપમાં યોગા સાથે સુદર્શન ક્રિયા, રમતો રમાડવા તથા પેઇન્ટીંગ શિખવાડવામાં આવેલ હતું. આ વર્કશોપનું બહોળી સંખ્યામાં નાના-નાના બાળકોએ યોગા, રમતો, પેઇન્ટીંગ શિખ્યું હતું.
‘અબતક’ સાથેની વાતચીતમાં હોમીયોપેથી ડો.મુસ્તુફાએ જણાવ્યું હતું કે હું 18 વર્ષથી આર્ટ ઓફ લીવીંગ સાથે જોડાયેલ છું. જેમ-જેમ વ્યક્તિ મોટા થતા જાય તેમ આપણે ઘણું મેળવીએ છીએ. પરંતુ સાથોસાથ ઘણું ગુમાવતા જાય છીએ. જેમ કે સરળતા, સહજતા, આપણે હસવાનું ક્યાંક ઓછું કરી નાખ્યું. જીવન જીવવાનો ઉત્સાહ ઘણું એવું છે જે આપણે ધીમેધીમે ગુમાવતા જાય છીએ. બાળકો નાનપણથી જ યોગ શીખે તો તે જળવાઇ રહે. બાળકોમાં ભણવામાં કોન્સન્ટ્રેશન આવે. યોગા અને મેડીટેશન ખૂબ જ જરૂરી છે. યોગાથી શારીરીક અને માનસિક શાંતિ આનંદ મળે છે.
યોગા જ શરીર અને મનને એક સાથે જોડે છે: સુનિતા ગંગારામાણી
‘અબતક’ સાથેની વાતચિતમાં આર્ટ ઓફ લિવીંગના ટીચર સુનિતા ગંગારામાણીએ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લીવીંગ રાજકોટ ચેપ્ટર દ્વારા 8 થી 18 વર્ષના બાળકો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે બેચમાં બાળકોને યોગા શિખવાડવામાં આવે છે. અમે તેમાં ફક્ત ફિઝીકલ ફિટનેશ માટે આસન જ નથી કરાવતા પરંતુ મેન્ટલ સ્ટેબલીટી માટે સુદર્શનક્રિયા પ્રાણાયામ પણ શિખવાડવામાં આવે છે. તેઓને રોજીંદા જીવનમાં જ્ઞાન, ફોક્સની જરૂરત છે. ફોક્સ વધે તે માટે કોન્સન્ટ્રેશન પ્રાણાયામ કરાવીએ છીએ. ગેઇમ્સ, પેઇન્ટીંગ પણ શિખવાડીએ છીએ. સાથોસાથ તેઓની ફીઝીકલ ફીટનેશ માટે શું જરૂરી છે તે શિખવીએ છીએ. આજે ગેઝેટ્સનો બાળકો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી રહ્યાં છે. તેનાથી નુકશાન શું થઇ શકે તેનું માર્ગદર્શન આપીએ છીએ. શરીર અને મન એક સાથે જોડાયેલું હોવું જોઇએ.
યોગ જ શરીર અને મનને એક સાથે જોડે છે. તેના કારણે ક્વોલીટી ઓફ લાઇફ વધે છે. યોગ કરવાથી હીલીંગ કેપેસીટી વધે છે. કહેવાય જ છે કે યોગ ભગાડે રોગ તેનો અમલ કરવો જોઇએ. દરેક વ્યક્તિઓ પોતાના માટે 20 મીનીટ નિકાળવી જોઇએ.