• મનોવિજ્ઞાન ભવનમાં પીએચ.ડીમાં અભ્યાસ કરતી વરૂ જીજ્ઞા અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા આર. દોશીના સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી

મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પીએચ.ડીમાં અભ્યાસ કરતી વરૂ જીજ્ઞા અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા આર. દોશીના સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી. સમય બદલાય છે અને તેની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાતી જાય છે, બેઠાડુ જીવન, ખાણી પીણી ખરાબ આદતો, અપૂરતીની ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિના અભાવને લીધે ઘણી બધી માનસિક અને શારીરિક સમસ્યાઓ અને વજનમાં વધવા લાગે છે. સવારે ઉઠ્યા પછી ઘણી બધી વખત આપણી પાસે એટલો સમય નથી હોતો કે કસરત કરી શકીએ, પણ આખા દિવસને સારો બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગ, પ્રાણાયમ,કસરત,આસન કરો. શારીરિક કસરત કરવાના અનેક ફાયદા છે.જેમાં યોગનું એક આગવું મહત્વ છે. ઘણા બધા અભ્યાસોના આધારે કહી શકાય કે નિયમિત યોગ કરવાથી તણાવથી બચી શકાય છે.

યાદશક્તિ મજબૂત થાય છે. બ્લડપ્રેસરની સમસ્યા રહેતી નથી અને વજન વધતુ નથી. યોગા વિષયક ઘણા અભ્યાસો થયા છે, પણ યોગની મેદસ્વીતા,સ્વનિયંત્રણ,હતાશા, ચિંતા અને તણાવ ઉપર કેવી અસર થઇ છે, તે વિશે મનોવૈજ્ઞાનિક અભ્યાસ *મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં પીએચ.ડીમાં અભ્યાસ કરતી વરૂ જીજ્ઞા આર. એ ડો. ધારા આર. દોશીના માર્ગદશન હેઠળ કરવામાં આવ્યો હતો.* પ્રસ્તુત સંશોધનમાં યોગ, પ્રાણાયમ, પોઝીટીવ અફરમેશનની મેદસ્વી મહિલાઓ પર કેવી અસર થાય છે તે માટે પ્રિ અને પોસ્ટ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં 450 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેની ઉપર યોગા, પ્રાણાયમ, પોઝીટીવ અફરમેશનની અસર જાણવા માટે સૌ પ્રથમ તેની ચિંતા, હતાશા, તણાવ અને માનસિક સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવી અને તેઓને યોગ્ય લાગે તે યોગા સેન્ટરમાં જઈને યોગ, પ્રાણાયમ કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેઓને પોઝીટીવ અફરમેશનની માહિતી આપી હતી અને તે વિશેના વીડિયોની માહિતી આપી હતી.

10 દિવસની પ્રાયોગિક તાલીમ બાદ તેઓની હતાશા, ચિંતા, તણાવ, માનસિક સ્વાસ્થ્ય, સ્વ-નિયંત્રણ અને મેદસ્વીતામાં સુધારો જોવા મળ્યો હતો. આ સંશોધનના તારણોથી જોવા મળ્યુ કે યોગા, , પ્રાણાયમ, પોઝીટીવ અફરમેશનની મહિલાઓ ઉપર વિધાયક અસર જોવા મળી, યોગના લીધે મહિલાઓની ચિંતા, હતાશા અને તણાવ અને વજનમાં પણ ઘટાડો થયો અને તેઓના સ્વ-નિયંત્રણ અને માનસિક સ્વસ્થામાં વધારો થયો હતો.. મહિલાઓને પોતાના દેખાવ માટે એ કઈ પણ સમસ્યા હતી તેમાં પણ સુધારો જોવા મળ્યો હતો. તેઓને માનસિક શાંતિ હતી અને મન પ્રફુલિત થયું હતું. પ્રસ્તુત સંશોધનની નોંધ ઓસ્ટ્રેલિયાની ગોયા જર્નલમાં લેવામાં આવી છે. તેમની સફળતા બદલ ભવન અધ્યક્ષે ગૌરવ અનુભવેલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.