પતંજલી યોગ પીઠના સ્વામી અર્થર્વદેવજી એ યોગ અંગે સચોટ માર્ગદર્શન આપ્યું
સ્વ.થી પરિવાર પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર સુધીની વિકાસયાત્રામાં યોગનું પ્રદાન અનન્ય રહ્યુ છે. યોગ એ માત્ર શારીરીક તંદુરસ્તી સુધી મર્યાદિત બાબત નથી. પણ ખરા અર્થમાં યોગ એ માસણ જાત માટે વિકાસની ધરોહર છે. ભારતીય સંસ્કૃતિની પ્રાચીન કાળથી યોગની મહત્તા વર્ણવવામાં આવેલ છે. તેમ પતંજલી યોગપીઠનાં સ્વામી અથર્વદેવજીએ જણાવ્યું હતું.
સ્વામી અથવેર્દવજી, સૌરાષ્ટ્ર યુનિ. ની વિશિષ્ટ કોલેજ અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોમીંગ આર્ટસ તેમજ સૌરાષ્ટ્ર યુનિ. ના ગૌરવવંતા પ્રોજેકટ હોપ ના સંયુકત ઉપક્રમે યોજાયેલ યોગ વિષયક વ્યાખ્યાન પ્રસંગે બોલી રહ્યા હતા. આ પ્રસંગે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિ. ના યુવા સેનેટર ડો. વિવેક હિરાણી તેમજ યુનિ.ની પરફોમીંગ આર્ટસ ફેકલ્ટીના ડીન તથા કોલેજના પ્રિન્સી. ડો. ભારતીબેન રાઠોડ, પતંજલી યોગ પીઠના આચાર્ય સતીષજી, યોગપીઠ ના સૌરાષ્ટ્ર ના યુવા પ્રભારી ભાવિકભાઇ ખુંટ, સોશ્યલ મીડીયાના સૌરાષ્ટ્રના પ્રભારી કાંતિકભાઇ તેમજ મહીલા સમીતીના યુવા પ્રભારી ડો. હર્ષા ડાંગર ઉ૫સ્થિત રહ્યા હતા.