લોકો તાણ માંથી મુક્ત થવાના બદલે વધુ તાણ અનુભવતા થઈ ગયા માટે હવે યોગા જ અકસીર સાબિત થઈ રહ્યું છે
ભાગદોડ ભર્યા જીવનમાં લોકો એક નહીં પરંતુ અનેક મુદ્દાઓ પર તાણ અનુભવતા થઈ ગયા છે, પરંતુ તેમાંથી બહાર કેવી રીતે આવું એ જાણવું એટલું જ જરૂરી છે. ત્યારે હાલના સાંપ્રત સમયમાં જો કોઈ એક વ્યક્તિ તાણ અનુભવતા હોય અને તેનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો તે તાણ તેમની માનસિક સ્વચ્છતાને સહેજ પણ જોખમી બનાવતું નથી અને તેના માટે તે એક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
તબીબો નું માનવું છે કે લોકોના જીવનમાં અમુક પ્રકારે સ્ટ્રેસ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે સ્ટ્રેસ તેમને એક તરફ માનસિક શાંતિ આપવામાં અત્યંત નિવડતું હોય છે માત્ર ને માત્ર જરૂરિયાત એ છે કે લોકો જે તે સ્ટ્રેસનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરે. સ્ટ્રેસમાં પણ ઘણા ખરા પ્રકારો આવેલા છે એમાંથી ઇયું સ્ટ્રેસએ તાણ છે, જે લોકોના સ્વાસ્થ્યની સાથે તેમની ઉત્પાદકતામાં પણ વધારો કરે છે અને લોકો સતત તે દિશામાં જ આગળ વધતા નજરે પડતા હોય છે. તું તકલીફ ઊભો કરે તે પ્રકારનો તાણ માનવ માટે ખૂબ જ જોખમી છે જેનું યોગ્ય નિદાન કરવું એટલું જ અનિવાર્ય છે.
ડ્રેસમાં યોગ્ય નિદાન એટલે કે યોગા થેરાપિસ્ટ પાસે તેમનું યોગ્ય કાઉન્સિલિંગ ની સાથે મનને પ્રફુલિત રાખવાથી આ તકલીફ માંથી મુક્તિ મળી શકે છે. કારણરૂપે જ્યારે કોઈ એક શ્વાન તમારી પાછળ પડ્યું હોય અને તે ક્ષણે જ્યારે તમારે તેનાથી બચવું હોય તો તમારી ભાગદોડ અને તમારી ડોટ ખૂબ ઉપયોગી નિવડતી હોય છે અને તે સમયે જ્યારે તમે જે તે શ્વાનથી બચી જાઓ અને તે થાક બાદ જે આનંદની અનુભૂતિ થાય એ પ્રકારનો તાણ જો તમારા જીવનમાં હોય તો તે તમારી કાર્યક્ષમતા ને પણ વધારે છે.
તરફ લોકો પોતાના કાર્યમાં પણ ઘણી ઘણી વખત તાણની અનુભૂતિ કરતા હોય છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેમના દ્વારા આજે કામ કરવામાં આવે છે તેનું યોગ્ય આયોજન થતું નથી અને પરિણામે જે અનેક પ્રશ્નો ઊભા થાય છે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમાય અને સાથોસાથ તેમની કાર્ય કરવાની પદ્ધતિ ને પણ અસર પહોંચે છે. યોગ્ય સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરવાથી પણ શરીરને ઘણી ખરી નુકશાની પહોંચે છે અને અંતે તે હાઇપરટેન્શનમાં રૂપાંતરિત થઈ જતું હોય છે.