Abtak Media Google News
  • રોગના ભોગ બનતા બચાવશે યોગ
  • હાર્ટએટેક , ડાયાબિટીસ અને કિડનીના રોગોમાંથી છુટકારો અપાવે છે યોગ
    અબતક, રાજકોટ

પ્રાચીનકાળથી યોગનું વિશેષ મહત્વ છે . યોગ એ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે. યોગથી શારીરિક અને માનસીક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે .  સાંપ્રત સમયમાં દિવસેને દિવસે યોગની મહત્વતામાં વધારો થયો છે . હાલના સમયમાં લોકો ફાસ્ટ ફોરવર્ડ લાઈફ જીવે છે ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ નથી હોતા . જંક ફૂડનું સેવન અને માદક પીણાં સ્વાસ્થ્ય માટે ખતરા રૂપ છે  ત્યારે લોકો આ પ્રકારનો  નુક્સાનકારક ખોરાક ખાઈ બીમારીઓને આમંત્રણ આપતા હોય છે . આ બીમારીઓથી બચવા માટેનો એક માત્ર શ્રેષ્ઠ ઈલાજ એટલે યોગ. આદિ અનાદિ કાળથી આપણાં ઋષિ મુનિઓ યોગ અને તપ કરતાં હતા . યોગ કરવાથી ઘાતક બીમારીઓથી બચી શકાય છે .

સાંપ્રત સમયમાં રોગથી બચવું હોય તો યોગ કરવા આવશ્યક છે . આજના સમયમાં ખોટી અને ખરાબ જીવન શૈલી બીમારીઓનું ઘર છે . સવારે મોડુ ઊઠવું , રાત્રે મોડુ સૂવું અને અનિયમિત ખોરાક ગ્રહણ કરવો તે પણ રોગને આમંત્રણ આપે છે . ખાસ કરીને જે લોકોનું બેઠાડું જીવન છે તેને વધુ બીમારી થતી હોય છે . આવા લોકો જો યોગ કરે તો મહદઅંશે બીમારીઓથી બચી શકાઈ છે .

યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશના લોકોએ પણ સ્વીકારે છે . માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે. તેમાં શરીર, મન અને ભાવના વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ , શ્વાસ લેવાની તકનીકો  અને ધ્યાનનો સમાવેશ થાય છે. જો નિયમિત યોગ કરવામાં આવે તો શરીરને મજબૂત અને કોમળ બનાવી શકાય છે .  યોગ માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર માટે પણ જાણીતું છે. તે મનને શાંત  અને હળવાશ આપીને તણાવ, ચિંતા અને હતાશાને ઘટાડવામાં મદદ કરે છે. વધતી ઉંમરની સાથે યોગ કરવામાં આવે તો તે કારગત નિવળે છે .ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓને જળમૂળથી યોગ નાશ કરે છે . ડાયાબિટીસથી બચવા માટે મંડુકાસન કરવું જોઈએ . 11 વખત કરવાથી થોડાક જ સમયમાં તેને મટાડી શકાય છે . હાર્ટએટેકના વધતાં જતાં કેસો માટે જીવન શૈલી જવાબદાર છે.

યોગ એટલે સ્વસ્થ રહેવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ : બીના વડગામા

અબતક સાથેની ખાસ વાતચીતમાં બીના વડગામાએ જણાવ્યું હતું ક ,તેઓ છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે સંકળાયેલા છે. યોગ શબ્દ સંસ્કૃત ભાષાના  /અ ધાતુ પરથી બનેલો છે જેનો અર્થ જોડાણ, મિલન, મેળાપ કે સંયોગ થાય છે. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. યોગથી શારીરિક અને માનસિક અનેક ફાયદાઓ થાય છે.  યોગાસનથી શરીરની અકળતા દૂર થાય છે તેમ પ્રાણાયામ અને ધ્યાનથી મનની અકળતા દૂર થાય છે. ખાસ કરીને ચંચળ મનના બાળકો જો યોગ કરે તો એકાગ્રતા,ધૈર્ય અને વિચારશક્તિમાં વધારો થાય છે. નિયમિત પણે યોગ કરવામાં આવે તો ઘણા ખરા અંશે બીમારીઓથી બચી શકાય છે .સ્વાસ્થ્યને સારું રાખવા માટે રોજિંદા જીવનમાં યોગ કરવામાં આવે તો સ્વસ્થ રહી શકાય છે .

સ્વાસ્થ્ય માટે સૌથી સહેલું ,સસ્તું અને સારૂ શસ્ત્ર એટલે યોગ : આરતી માંડલિયા

અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન આરતી માંડલિયા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 11 વર્ષથી યોગ સાથે જોડાયેલા છે.યોગ માત્ર આસન સુધી સીમિત નથી પરંતુ તેના આઠ અંગો છે. યમ, નિયમ, યોગાસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા,ધ્યાન અને સમાધીએ યોગના આઠ અંગો છે તેથી તે અષ્ટાંગ યોગ તરીકે ઓળખાય છે.અત્યારની ભાગદોડ ભરી જીંદગીમાં યોગ  તણાવ મુક્ત તથા વિચાર વાયુથી મુક્ત કરી જાતને સમજવાનો મોકો આપે છે. બદલાતી જતી જીવનશૈલીને કારણે લોકો બીમારીના ભોગ બનતા હોય છે .  કોરોનાના  સમયમાં યોગાસનો  ખૂબ જ મોટા પ્રમાણમાં મદદ રૂપ બન્યા હતા. આજના યુગમાં બીમારીથી બચવા માટેનું સૌથી સહેલું ,સસ્તું અને સારું શસ્ત્ર યોગ છે . હાલના સમયમાં તરુણાવસ્થા થી લઇ પરણિત સ્ત્રીઓમાં ગર્ભાશયને લગતા પ્રશ્નો વધ્યા છે ત્યારે યોગ કારગત નિવડ્યું છે . મહિલાઓને ખાસ સંદેશો આપતા જણવ્યું હતું કે દરેક સ્ત્રી જો પોતાના માટે એક કલાક કાઢીને પોતાના સ્વાસ્થ્યનું વિચારશે તો પોતે પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખી શકશે.

બીમારીઓથી બચવા માટે યોગએ અક્સિર ઈલાજ : વંદના રાજાણી

અબતક સાથેની ખાસ વાતચીતમાં યોગ કોચ વંદના રાજાણીએ જણાવ્યું હતું કે યોગ આપણી સંસ્કૃતિ છે . યોગ વ્યક્તિને શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાંથી છુટકારો આપે છે .યોગ મોક્ષ તરફ લઈ જવાનો રસ્તો છે . પ્રાચિન ભારતમાં અષ્ટાંગ યોગ ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવતા હતા .યોગ કરવાથી અગણિત ફાયદા થાય છે. ત્યારે સાંપ્રત સમયની વાત કરવામાં આવે તો યોગ અનેક બીમારીઓથી બચાવે છે .ખાસ કરીને લોકો અત્યારે બહારનો ખોરાક ખાતા હોય છે ત્યારે લોકો મોટી મોટી બીમારીઓનો ભોગ બનતા હોય છે . આવી બીમારીઓથી બચવા માટે યોગએ અક્ષીર ઈલાજ છે .

આત્માનું પરમાત્મા સાથેનું મિલન એટલે યોગ : દીપક પટેલ

અબતક સાથેની ખાસ વાતચીતમાં યોગ કોચ દીપક પટેલે જણાવ્યું હતું કે યોગ એ જીવન જીવવાનો રસ્તો છે .યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન .યમ, નિયમ, આસન, પ્રાણાયમ, અને પ્રત્યાહારએ યોગના પ્રકાર છે . જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ સાથે જોડાયેલો છે. યોગ એ રોગ,ઉંમર અને જાતી મુજબ અલગ અલગ કરવા જોઈએ. બાળકો માટે યોગ એનો શારીરિક વિકાસ છે.તેમજ બીમાર માણસ માટે યોગ તેની દવા છે.વધુમાં તેઓએ અલગ અલગ યોગ વિશે સમગ્ર માહિતી આપી હતી.યોગનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે,ધ્યાનએ યોગનું બ્રમહસ્ત્ર છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે માટે યોગ ખૂબ ફાયદાકારક છે.લોકોના જીવનમાં યોગનું મહત્ત્વ શ્વાસ જેટલું છે.તેથી લોકોને 1 કલાક યોગ કરવા જ જોઈએ.આ વર્ષની યોગની થીમ યોગ પોતાના માટે અને સમાજ માટેની છે.તે યોગથી સમાજના લોકોમાં સહન શક્તિ કેળવાય તેમજ જતું કરવાની ભાવના કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારએ આ થીમ પર યોગ દિવસની ઉજવવાનું નક્કી કર્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.