મોરબી નજીકના શિવનગર ( પંચાસર ) ગામના નવ યુવાનો દ્વારા રસ્તે રઝળતા પશુઓની જઠરાગ્નિ ઠારવા આનોખો સેવા યજ્ઞ ચલાવી ઢોલ ત્રાસા વગાડવાનું કામ કરવામાં આવે છે અને એકત્રિત થયેલી ધનરાશિ ખાસ કરીને ઉનાળાના સમયમાં આ પશુઓ માટે આશીર્વાદ રૂપ બને છે.
મોરબી નજીક આવેલ શિવનગર (પંચાસર)ના ૧૦ જેટલા યુવાનો દ્વારા કોઈના લગ્ન જેવા શુભ પ્રસંગોમાં ઢોલ ત્રાસ વગાડી રૂપિયા ભેગા કરે છે અને આ રૂપિયાનો સેવાના કાર્યમાં ઉપયોગ કરે છે, આ તમામ યુવાનોની ઉંમર ૧૮ થી ૨૦ વર્ષની છે, જેમાં વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ પણ સામેલ છે, લગ્નપ્રસંગના ઓર્ડરમાં પોતાનો ધંધો છોડી આ સેવા કાર્ય કરે છે તથા ખાસ કરીને ઉનાળાની સીઝનમાં રખળતા ઢોરને ખોરાક મળી રહે તે માટે પશુઓ માટે ચારો આ યુવાનોની ટીમ દ્વારા નાખવામાં આવે છે,
બજરંગ ગ્રુપના યુવાનો દ્વારા દર વર્ષે શિવનગર(પંચાસર) ગામમાં હનુમાન જયંતિની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે.