Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા અલગ અલગ પાંચ સ્થળોએ કરાય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી: શહેરીજનોએ યોગને જન આંદોલન તરીકે ઉપાડી લીધું

વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  વિશ્વ યોગ દિવસ નિમિતે પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું,

રાજ્ય સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે યોજવામાં આવેલ.આ યોગ કાર્યક્રમમાં બી.એસ.એફ.ના જવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્મમાં પ્રાસંગિક ઉદબોધન કરતા  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, યોગની અને તેના થકી થતા અગણિત લાભોની અમૂલ્ય ભેટ વિષે આપણા વેદ, ઉપનિષદ અને પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. રાજ્ય સરકારએ યોગના પ્રચાર પ્રસાર માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરેલ છે. આજે હવે યોગ એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ ચુક્યું છે.

માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કાર્યકારી મેયર  નરેન્દ્રસિંહ પી. જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા યોગ કાર્યક્રમમાંમુખ્ય મહેમાન સાંસદ  રામભાઈ મોકરિયા,પૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ  મુકેશભાઈ દોશી, મ્યુનિસિપલ કમિશનર  દેવાંગ દેસાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન  કેતનભાઈ પટેલ, કોર્પોરેટરઓ   કુસુમબેન ટેકવાણી,  અલ્પાબેન દવે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય  હિતેશભાઈ રાવલે ઉપસ્થિત રહ્યા હતા.

ઈસ્ટ ઝોનમાંગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીન લેન્ડ ચોકડી ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટરઓ કંકુબેન ઉઘરેજા, પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રભાઈ ડવ,સુરેશભાઈ વસોયા, કંચનબેન સિધ્ધપુરા, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે બ્રહમાકુમારી સંસ્થાના રેખા દીદીએ પ્રાસંગોચિત પ્રવચનમાં તન-મનની તંદુરસ્તી માટે યોગ કેટલા આશીર્વાદરૂપ છે તે વિશે વર્ણન કર્યું હતું. સ્વાગત પ્રવચન કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયાએ કર્યું હતું. જ્યારે મંચસ્થ મહાનુભાવોનું કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવે પુસ્તકથી સ્વાગત કર્યું હતું.

વેસ્ટ ઝોન, નાના મવા ચોક પાસેના મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી  વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ મંત્રી   ભરતભાઈ શિંગાળા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરીયા, કોર્પોરેટરોબિપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, ડો.દર્શનાબેન પંડ્યા, અશ્વિનભાઈ પાંભર, વિનુભાઇ સોરઠીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય સંગીતાબેન છાયા, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ  પતંજલી યોગ સંસ્થાના યોગ ટ્રેનરો તથા વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવેલ કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગની શરૂઆત આશરે 5000 વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ કરી હતી. યોગ કરવાથી શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ મળે છે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા તેમજ પુસ્તકથી સ્વાગત પ્લાનીંગ કમિટી ચેરમેન ચેતનભાઈ સુરેજા દ્વારા કરવામાં આવ્યું.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સામાજીક અગ્રણી અનુપમભાઈ દોશી ઉપસ્થિત રહેલ.આ યોગ સ્થળે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો તેમજ ખાસ કેટેગરીના લોકો દ્વારા યોગા કરવામાં પુસ્તકથી સ્વાગત દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરએ આપણા સૌના જીવનમાં યોગનું મહત્વ શું છે તે અંગે જાગૃત થઈ તેના લાભો મેળવવા સર્વેને અનુરોધ કરેલ હતો.

વિશ્વ યોગ દિવસ નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર સાધુ વાસવાણી રોડ ખાતે મહિલાઓ દ્વારા સ્નાનાગારમાં એક્વા યોગાનું  આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગારમાં 20 વર્ષથી 65 વર્ષ સુધીની વય જૂથની 50 જેટલી મહિલાઓ દ્વારા પાણીની અંદર એક્વા યોગા કરવામાં આવ્યા હતા.  45 મિનિટ સુધી પાણીમાં રહીને એકવા યોગા કરવામાં આવેલ. અંતમાં પ્રાણાયામ અને ધ્યાન સાથે એક્વા યોગાનું સમાપન કરવામાં આવેલ.

શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે શાસકપક્ષ નેતા  લીલુબેન જાદવ, કમિટી ચેરમેનઓ રસીલાબેન સાકરીયા, સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યોઆી જ્યોત્સનાબેન ટીલાળા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી, મંજુબેન ફુગસીયા, રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા શાસકપક્ષ નેતા લીલુબેન જાદવએ એકવા યોગાથી થતા ફાયદા તથા મહિલા સશક્તિકરણ વિષે જણાવેલ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગનું વિશ્વ સ્તરે મહત્ત્વ વધાર્યું: અંજુદીદી

vlcsnap 2024 06 21 08h45m19s970

અબતક સાથે વાતચીત કરતા બ્રહ્માકુમારી અંજુ દીદી એ જણાવ્યું કે આ વર્ષે વિશ્વ યોગા દિવસ 2024 માં થીમ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી ભારતને સંસ્કૃતિમાં યોગ વિરાસતમાં મળી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગની પહેલને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા આજે રાજકોટ કોર્પોરેશન તરફથી ઈસ્ટ ઝોનમાં કોર્પોરેટરો અધિકારીઓ અને બ્રહ્માકુમારી ના સભ્યો સાથે મળીને યોગ દિવસ ઉજવાયો યોગ અને યોગા મનની તંદુરસ્તી માટે જરૂરી છે યોગા શારીરિક તંદુરસ્તી માટે જરૂરી છે આ ખાજીવનને યોગમય બનાવી જીવનને સાકાર કરી કરો યોગ ભાગે રોગ

રાજયમાં એકમાત્ર રાજકોટમાં એકવા યોગ કરાયા છે: કોર્પોરેટર ઋચિતા જોશી 

vlcsnap 2024 06 21 09h48m36s872

અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર ઋચિતા જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં રાજકોટ એક માત્ર સ્થળ એવું છે કે જ્યાં એકવા યોગા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે .રાજકોટ મહાનગર પાલિકા આયોજિત એકવા યોગમાં મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી હતી જે અંતર્ગત 10 વર્ષની મહિલોથી લઈ 70 વર્ષની વૃદ્ધાઓએ એકવા યોગ કર્યા છે .પાણીમાં ગ્રેવીટીનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે શરીર લચકમય બની જાય છે તેથી કોઈ વ્યક્તિ આરામ થી યોગ કરી શકે છે .પાણીની અંદર યોગ કરવાથી શ્વાસો શ્વાસની પ્રક્રિયા કરવાથી ફેફસાંઓ મજબૂત બને છે.

ઓમ ડિવાઇન યોગ દ્વારા વિશ્વ યોગ દિવસ  ઉજવાયો

40થી વધુ લોકો જોડાયા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

vlcsnap 2024 06 21 08h27m05s123

એકવા યોગ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: શાસક નેતા લીલુબેન જાદવ

vlcsnap 2024 06 21 09h49m47s542

અબતક સાથેની ખાસ વાતચીતમાં મહિલા કોર્પોરેટર લીલુબેન જાદવે જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસ છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહિલા એકવા યોગાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે .તેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો છે.અલગ અલગ ઉંમરની મહિલા દ્વારા યોગ કરવામાં આવ્યા હતા .એકવા યોગ મહિલાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રોજીંદા જીવનમાં યોગ કરવા ખુબ ફાયદાકારક: ડો.વલ્લભ કથીરિયા

vlcsnap 2024 06 21 09h46m11s024

અબતક સાથેની ખાસ વાતચીતમાં વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે 21 મે જૂનના દિવસે સંગ દેશ યોગ મય બન્યો છે .એક કહેવત છે કે સાચું સુખ તે જાતે નર્યે. યોગ અને પ્રાણાયામનો  આપણી સંસ્કૃતિમાં ઉલેખ કરવામાં આવ્યો છે . આપણે બધાએ યોગ કરવા જોઈએ જેથી કરીને સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકાય. આપણી જીવન શૈલી એવી હોવી જોઈએ કે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણી ની પરંપરા સાથે ભારતની વૈદિક યુગ પરંપરા જોડાયેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ હેઠળ યુનેસ્કોએ  દિવસે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી માટે વિશ્વ યોગ દિવસની જાહેરાત કરી છે ત્યારે રાજકોટના ઓમ ડિવાઇન યોગ દ્વારા 21 મી જૂને રામ જરૂરુકા મંદિર કિશોરસિંહજી સ્કૂલ સામે યોગ સાધના કરવામાં કે યોગાચારીઓ અજયભાઈ મકવાણા અને ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રામ ઝરૂખા મંદિર કિશોરકુમાર સિંહજી સ્કૂલ સામે કોઠારીયા ખાતે યોગ આયોજન કરવામાં આવ્યું હતુ આજના યુગમાં ત્રણ અને મનની બીમારીથી બચવા માટે યોગ સરળ ઉપાય છે તેવું વિજ્ઞાન પણ માને છે આ કેમ્પમાં  મા  પ્રમાણપત્ર  આપવામાં આવ્યા .40 થી વધુ લોકો જોડાયા અલ્પાહાર સાથેની વ્યવસ્થા હતી અને સફળ બનાવવા માટે રમેશભાઈ રાણપરા ની ટીમ ના કુસુમબેન જાની કિરણબેન રાણપરા કોમલબેન હિંગુ સહિતના જહેમત  ઉઠાવી રહ્યા હતી.

એક કલાક યોગ કરવાથી દિવસભર તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહી શકાય: યોગાચાર્ય અજય મકવાણા

vlcsnap 2024 06 21 08h25m51s153

અબતક સાથેની વાતચીત દરમ્યાન ઓમ ડિવાઈન યોગા ફાઉન્ડેશનના યોગાચાર્ય અજય મકવાણાએ જણાવ્યું હતું કે શરીરને તંદુરસ્ત અને મનને પ્રફુલ્લિત રાખવા માટે યોગ એક અમુલ્ય ચીજ છે. અત્યારના સમયમાં આવતી શારીરિક અને માનસિક બીમારીથી મુક્ત રહેવા માટે નિયમિત પણે એક કલાક યોગ કરવા જ જોઈએ.

આ એક કલાક યોગ કરવાથી બાકીની 23 કલાક તંદુરસ્ત અને પ્રફુલ્લિત રહી શકાય.જેમાં અષ્ટાંગ યોગનો અભ્યાસ ખુબ જ જરૂરી છે.લોકોને ને અપીલ કરતા જણાવ્યું હતું કે આ એક દિવસ યોગ કરીને બાકીના 364 દિવસ સુતું રહેવાનું નથી. ઘણા બધા માનસિક પીડિતોને પણ એક મહિનામાં યોગથી અસર જોવા મળી છે. શરીરમાં કોઈ પણ બીમારી હોઈ યોગ અપનાવાથી બીમારી ધીરે-ધીરે તે દુર થશે. એક વ્યક્તિના યોગની અસર આખા પરિવાર પર પડે છે કારણ કે તે એક પરિવાર બીજા હજારો પરિવારોને યોગ કરવાની  પ્રેરણા આપશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.