છેલ્લા ૨૫ વર્ષી સુરતમાં યોગ, રાષ્ટ્રહિત અને એકતા સહિતની પ્રવૃતિઓ સો સંકળાયેલા યોગાચાર્ય ઉમાશંકરજી આર્ય બન્યાં ‘અબતક’ના મહેમાન
દવા પાછળ ખર્ચાતા અબજો રૂપિયા દેશની બહાર ચાલ્યા જાય છે: દવા લેવાી રોગ મટે કે ન મટે પરંતુ બીજો રોગ વાની પુરેપુરી શકયતા રહે છે
છેલ્લા ૨૫ વર્ષી સુરતમાં નંદની યોગ સેવા ટ્રસ્ટના માધ્યમી યોગાચાર્ય ઉમાશંકરજી આર્ય યોગ જાગૃતિ અંગે મહત્વની કામગીરી કરી રહ્યાં છે. તેઓએ યોગ ગુરૂ બાબા રામદેવજી મહારાજ સો મળીને દેશભરમાં અનેક શિબિરો કરી છે. યોગ ઉપરાંત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સો પણ જોડાયેલા છે. યોગાચાર્ય ઉમાશંકરજી આર્યએ ‘અબતક’ની મુલાકાત લઈને યોગનું મહત્વ સમજાવ્યું હતું.
યોગાચાર્ય ઉમાશંકરજી આર્યએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૫ વર્ષી સુરતમાં નંદની યોગ સેવા ટ્રસ્ટ નામની સંસ ચલાવી રહ્યાં છે. આ સંસના માધ્યમી તેઓ યોગ જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે. તેઓએ હરિયાણાની દયાનંદ એન્ગ્લો વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કરી સુરતમાં યોગ જાગૃતિ લાવવાની પ્રવૃતિ હા ધરી હતી. ૧૯૯૨માં તેઓ સુરત આવ્યા હતા. ૨૦૦૩ી તેઓએ યોગ ગુરૂબાબા રામદેવજી સો મળીને યોગ શિબિર કરવાનું શરૂ કર્યું હતું. નંદની યોગ સેવા ટ્રસ્ટ દ્વારા સુરતમાં હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. આ હોસ્પિટલમાં દર્દીઓના રોગને યોગના માધ્યમી દૂર કરવામાં આવે છે.
વધુમાં યોગાચાર્યએ જણાવ્યું કે, તેઓના દાદા ગોપાલજી પ્રસાદ આર્ય ક્રાંતિકારી હતા. ભારત છોડો આંદોલનમાં તેઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજે તેમના દાદા ૯૭ વર્ષની વયે અને દાદી ૧૦૭ વર્ષની વયે તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે.
આગામી ૨૧મી જૂને યોગ દિવસ નીમીતે સુરતમાં યોગ જાગૃતિની ભવ્ય શિબિરનું આયોજન હા ધરવામાં આવ્યું છે. વધુમાં યોગાચાર્યએ કહ્યું કે, યોગ એ તમામ રોગો સામે રાહત આપે છે. સો ઘણા ખરા રોગો યોગ કરવાી જડમુળમાંથી પણ નિકળી જાય છે. થાઈરોડ, ડાયાબીટીસ, કેન્સર અને મેદસ્વીતા જેવા રોગો માટે યોગ રામબાણ ઈલાજ છે.
વધુમાં તેઓએ ભારપૂર્વક ઉમેર્યું કે, તેઓએ થાઈરોડના અનેક દર્દીઓને યોગ કરાવી થાઈરોડના રોગમાંથી મુક્તિ અપાવી છે. થાઈરોડ જોતા જ તેઓ કેટલા સમયમાં થાઈરોડી મુક્તિ મળશે તેની જાણ દર્દીને કરી દે છે.
યોગાચાર્ય ઉમાશંકરજીએ ગૌમુત્ર વિશે કહ્યું કે, તેઓએ સતત ૧૦ વર્ષ સુધી ગૌમુત્ર પર રિસર્ચ કર્યું છે. ગૌમુત્ર એ એક માત્ર એવું દ્રવ્ય છે કે જેમાં જમીનમાં રહેલા તમામ ન્યુટ્રીશનો જોવા મળે છે. ગૌમુત્રમાંથી પ્રોસેસ કરીને ૧૦ વર્ષની મહેનત બાદ એક એવું દ્રવ્ય બનાવાયું છે જે કેન્સર અને થાઈરોડ માટે ખૂબ રાહત સમાન છે. વધુમાં ઉમાશંકરજીએ ઉમેર્યું કે, યોગ અને આયુર્વેદ એ જીવન પધ્ધતિ છે ઉપચાર પધ્ધતિ ની. યોગ અને આયુર્વેદને અનુસરવામાં આવે તો ઉપચારની જરૂર જ રહેતી ની.
હાલ વિદેશી દવાઓનું સેવન ભરપુર પ્રમાણમાં ઈ રહ્યું છે. વિદેશી દવાી રોગ મટે કે ન મટે પણ બીજો રોગ વાની પુરેપુરી શકયતાઓ રહેલી છે. દવાઓની ૯૦ ટકા કમાણી ભારત બહાર વઈ જાય છે. ૧૯૪૬ના સમયમાં ૯૦ ટકા જેટલા લોકો સ્વસ્ હતા. જયારે આજના સમયમાં ૯૦ ટકા લોકો બિમાર છે. પશ્ર્ચિમી સંસ્કૃતિના અનુકરણી આપણુ શરીર બિમારીમાં ધકેલાઈ ગયું છે. સુંદર દેખાવા માટે બહેનો પૈસા અને સમય વેડફે છે. જો તેઓ આયુર્વેદ અને યોગનું અનુકરણ કરતા થાય તો તેઓ કુદરતી સૌંદર્ય મેળવી શકે છે. યોગ અને આયુર્વેદ રાષ્ટ્ર માટે અમૃત સમાન છે.
યોગાચાર્ય ઉમાશંકરજી આર્યએ કહ્યું કે, લોકો જન્મ થી મૃત્યુ સુધી મલ્ટીનેશનલ કંપનીઓના ઘેરાવમાં રહે છે. હાલ લોકોનુ શરીર પરતંત્ર યું છે. લોકો જે દવા આરોગે છે તે રાષ્ટ્ર હિતમાં ની. આવી પરિસ્થિતિમાં જો ભારતને વિશ્ર્વગુરૂ બનવું હોય તો યોગ અને આયુર્વેદ અપનાવવો જ પડશે. વધુમાં તેઓએ કાયાવરણ યોગ વિશે માહિતી આપતા જણાવ્યું કે, મહર્ષી દયાનંદ સરસ્વતીને ૧૭ વખત ઝેર અપાયું હતું. છતાં પણ તેઓને કોઈ તકલીફ પડી ન હતી. તેનું એક માત્ર કારણ હતું કે તેઓ કાયાવરણ યોગ મારફતે ઝેરનો નિકાલ કરવાનું જાણતા હતા. કાયાવરણ યોગ એ શરીરમાં રહેલો ઝેરી કચરો કાઢે છે.
દરેક વ્યક્તિના શરીરમાં ૫ થી ૯ કિલો ઝેરી કચરો હોય છે. દર ૩ મહિને કાયાવરણ યોગ કરવાી આ ઝેરી કચરો બહાર નિકળી જાય છે. હાલ દેશની પરિસ્થિતિ જોઈએ તો ૨૦ ટકા જમીન ઝેરી ઈ ગઈ છે. આ ઉપરાંત પૃથ્વી, જલ, વાયુ, અન્ન અને આકાશ બધુ જ દુષિત ઈ ગયું છે. અન્નમાં તી ભેળસેળી માતાનું દૂધમાં પણ ઝેરી દ્રવ્યો હોય છે.
યોગાચાર્યએ ઉમેર્યું કે, પ્રાચીન ભારતમાં લોકો રોગી ઈને પ્રાણ છોડતા ન હતા. તંદુરસ્ત શરીરે જન્મીને તંદુરસ્ત શરીરે પ્રાણ ત્યાગતા હતા. આયુર્વેદ અને યોગના અનુકરણી માણસ નિરોગી ઈને મૃત્યુ પામી શકે છે.
આજે એક દિવસમાં માત્ર ડાયાબીટીસની રૂ.૨૦૦ કરોડની દવાઓનું સેવન કરવામાં આવે છે. આમ અનેક રોગો માટે દરરોજ અબજો રૂપીયાની દવાઓનું સેવન થાય છે. આ તમામ સમસ્યાઓી બચવા યોગ અને આયુર્વેદ અપનાવવાનો રસ્તો શ્રેષ્ઠ છે. બજેટી બમણા રૂપિયા દવા અને અન્ય વસ્તુઓ મારફત દેશની બહાર જાય છે.
યોગાચાર્ય ઉમાશંકરજી આર્યએ જણાવ્યું હતું કે, ભગવાને અનોખી ન્યાય વ્યવસ ઉભી કરી છે. ગરીબ રોટલી અને નમક ખાયને યોગ કરે તો શરીરને જરૂરી તત્ત્વો મળી શકે છે. જયારે અમીર કાજુ-બદામ સહિતની મોંઘીદાટ વસ્તુઓ આરોગીને જો યોગ ન કરે તો તેને જરૂરી તત્ત્વો મળતા ની અને તબીબી સહાય લેવી પડતી હોય છે.