રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે વિશ્ર્વ યોગ દિવસે શહેરના ૪ સ્વીમીંગ પુલમાં એક્વા યોગનું આયોજન
પાણીમાં કરાતા એક્વા યોગથી હઠીલા દર્દમાં રાહત થાય છે: કાર્યક્ષમતા અને ગતિમાં વધારો થાય છે તેમજ શરીર મજબુત બને છે
આવતીકાલે વિશ્ર્વ યોગા દિવસ અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા સંચાલીત વિવિધ સ્વીમીંગ પુલમાં એકવાયોગનું આયોજન મહિલાઓ માટે કરેલ છે. જે સંદર્ભે એડવાયોગની માહીતી પ્રજાજનોને મળી રહે તે માટે રાજકોટમાં વિવિધ જગ્યાએ મહિલાઓને સ્વીમીંગમાં યોગાની ટ્રેનીંગ આપવામાં આવે છે. જેમાં રેસકોર્ષ સ્વીમીંગ પુલ, પેડક રોડ પર, સરદાર વલ્લભભાઇ પટેલ અને કાલાવડ પર એમ અલગ અલગ જગ્યાએ એકવા યોગની ટ્રેનીંગ આપવામાં આવી રહી છે અને એક સાથે ૮૦૦ મહીલાઓ યોગા ડે નીમીતે એકવા યોગ કરવાની જે વર્લ્ડ રેકોર્ડ બનશે.
રેસકોર્ષ એકવા સ્વીમીંગ પુલના યોગા ટ્રેનીંગ કોચ આરતીબેને જણાવ્યું હતું કે આ આરએમસી તરફથી એકવા યોગાની નવી વાત આવી છે. આજ વખતે ભારતમાં યોગા દિવસ માટે રાજકોટનો વર્લ્ડ રેકોર્ડ થશે તેવી શકયતા છે. કારણ કે એકી સાથે ઘણી બધી સંખ્યામાં મહીલાઓ પાણીમાં યોગ કરશે. અને આ એકવા યોગ માં કુલ ૮૦૦ થી ૯૦૦ મહીલાઓનું રજીસ્ટ્રેશન થયું છે. અને યોગ દિવસમાં અને ખાસ જે ભારત સરકારના પ્રોટોકોલ પ્રમાણે ૪પ મીનીટ પાણીમાં યોગ કરીશું.
આ વિશે એકવા યોગના ટે્રનર ભગવતી શંખાવરા કે જે ઇઝનરનેશનલ ગોલ્ડ મેડલીસ્ટ છે તેમણે જણાવ્યું હતું કે આ એકવા યોગ એક નવી થીમ છે. જે પહેલા પણ શીખવાડવામાં આવતું હતું. પણ આ વર્ષે કુલ ૭૯૨ લોકો એક સાથે એકવા યોગ કરવાના છે. બધા જ લોકોને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે જે લોકો ગ્રાઉન્ડ પર
યોગા નથી કરી શકતા નથી તેઓ પાણીમાં સરળતાથી યોગ કરી શકે તે માટે એકવા યોગ કરવામાં આવે છે.
ત્યારબાદ ભારતી વસાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે પાણીમાં યોગ એટલે કે એકવા યોગ કરાવી રહ્યા છીએ.
એકવા યોગ શીખવા આવતી નાની બાળકી ખુશ્બુ કટારીયાએ કહ્યું હતું કે હું અહિંયા એકવા યોગ શીખવા આવી એ છીએ અને અમને અહિયા બહુ જ મજા આવે છે તથા અહિંયાના અમારા કોચ અમને બહુ જ સારી રીતે એકવા યોગ શીખવાડે છે.
ત્યારબાદ એકવા યોગ શીખવા માટે આવતા ડો. કીર્તી પટેલે જણાવ્યું હતું કે અહિંયા અમને સ્વીમીંગ સાથે એકવા યોગા કરવામાં આવે છે જેમાંથી અમને સારી રીતે યોગા શીખવાડે છે તથા અમને એકસ્ટ્રા ટાઇમમાં બોલાવીને યોગા શીખવાડવામાં આવે છે.
સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ સેન્ટરમાં એકવા યોગની ટ્રેનીંગ આપતા અલ્પાબેન શેઠએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આખી દુનિયાને તો પછી ખબર પડી પણ હકીકત તો ભારત દેશ યોગાનું ધામ છે. આપણા ઋષિ-મુનીઓ એ જ યોગાની શ‚આત કરી છે. આપણા દેશમાં હજારો વષોથી યોગા થતાં આવ્યા છે.
ખાસ તો સ્વીમીંગ પુલમાં યોગા કરવા એ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેટશનનો નવતર પ્રયોગ છે. એકવા યોગા વિશે લગભગ કોઇને ખબર નથી હોતી. એકવા યોગ એટલે પાણીની અંદર થતા યોગા આ વખતે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને જાહેર કર્યુ છે કે વર્લ્ડ યોગા ડે ના દિવસે એકવા યોગાનું આયોજન કરવામાં આવે.
એકવા યોગા વિશે જયારે માણસોને ખબર નથી ત્યારે હું એટલું જ કહીશ કે જે યોગા જમીન ઉપર થઇ શકે એ જ યોગા પાણીમાં પણ થઇ શકે છે. જમીન પર યોગા કરવા માટે જે લોકો સક્ષમ નથી. કે શારીરિક નબળાઇ છે. કોઇનું ભારી વજન છે તો જમીન પર યોગા ન કરી શકે તો જયારે પાણીમાં આ વ્યકિત યોગા કર તો પાણીની ગ્રેવીટીથી ખુબ જ સારુ રિઝલ્ટ મેળવી શકે છે. અને સરળતાથી સારામાં સારા યોગા કરી શકે છે. પાણીમાં યોગા કરવાથી સૌથી સા‚ સ્ટ્રેચિગ મળે છે. ખાસ તો કોઇને શરીરમાં કયાંય દુખાવો હોય તો જમીન કરતા પાણીમાં વધુ સારી રીતે યોગા કરી શકશે.
યોગા ડે ના દિવસે એક સાથે એક સમયે રાજકોટ કોર્પોરેશનના ૪ સ્વીમીંગ પુલ ત્યાં બધી જ જગ્યાએ જે પ્રોટોકોલ મુજબના યોગા છે એ જ યોગા એક સમયે એક સાથે દરેક પુલમાં થાય અને હાલ ૮૦૦૦ જેટલી સંખ્યા થઇ ગઇ છે. એટલે વલ્ડ રેકોર્ડ બનશે.
સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પુલમાં યોગા શીખવા આવતાં વિના કોટેચાએ જણાવ્યું હતું કે હું મેહુલનગર માંથી આવું છું. અમે જમીનના યોગા કરતાં જ હોય છે પણ એકવા યોગા હું પ્રથમ વાર કરું છું. આ અનુભવ અદભુત લાગ્યો અને ખુબ જ મજા આવે છે. રાજકોટનો રેકોર્ડ થશે એટલે ખુબ જ આનંદની વાત છે અને આજની સ્ત્રીઓને એકવા યોગા અથવા સ્વીમીંગ કરવું ખુબ જ જ‚રી છે.
એકવા યોગા સ્વીમીંગપુલના યોગ ટ્રેનીંગ કોચ ભારતીબેન મોણપરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે આયુષ મંત્રાલય તરફથી જે આસન નકકી થાય છે. જે જમીન પર ૪૫ મીનીટ આસન કરાવવામાં આવે છે તેજ આસન પાણીમાં કરાવીએ છીએ અને પાણીમાં આસન કરાવવા માટે છેલ્લા ૨૦ દિવસથી પ્રેકટીસ કરાવીએ છે. ૬ વર્ષની બાળકીથી લઈ ૭૨ વર્ષ સુધીની મહિલા શીખવા માટે આવે છે. પાણીમાં આસનથી ગુ‚ત્વા કર્ષણ બળ નથી લાગતુ અને સાંધાના દુખાવા ઓછા થાય છે. માનસીક તણાવથી દૂર રાખે છે.
શોભના પટેલ જણાવ્યું હતુ કે હું એક મહિનાથી યોગ શીખું છું અને યોગ કરવાથી મારા શરીરમાં જે કોઈ બીમારી હતી કે નેગેટીવીટી હતી તે દૂર થઈ ગઈ છે. અને તંદુરસ્તી શરીરમાં આવી છે. અને ખુબજ મજબુતાઈ અનુભવું છે.
ખુશી કારીયાએ જણાવ્યું હતુ કે હું ૧૫ વર્ષની છું અને અહી મને સ્વીમીંગ યોગામાં ખૂબજ સા‚ લાગે છે અને વિદ્યાર્થી કાળમાં યોગા કરવાજ જોઈએ જેથી અભ્યાસના કારણે કે અન્ય કોઈ રીતે જે તણાવ હોય તો તેનાથી મૂકત થઈએ છે યોગદિવસના અમે તો યોગા કરશું જ પરંતુ સાથે સાથે દેશ ભરના લોકો યોગા કરશે.
રાજીવ મિશ્રાએ યોગાદિવસને લઈ અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે હું સાધુવાસવાણી હોસ્પિટલનો ડાયરેકટર છું અને છેલ્લા ૨૦૦૭થી હું યોગ કરાવું છું અને સમાજને સ્વસ્થ બનાવવા માટે હું આ કાર્ય ક‚ છું અને દવાની સાથે હું યોગ માટે પણ પ્રેરણા આપું છું ખાસ યોગ દિવસમાં હું અને મારી સાથે જે રોજ યોગમાં જોડાય છે. બધાજ યોગ કરીશું અને સાથે ભારતભરમાં બધા જ યોગ કરશે.
શારદાબેન જોષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે મારી ઉંમર ૭૨ વર્ષ છે હું આટલા વર્ષે પણ આટલી ફીટ છું કારણ કે રોજ હું સ્વીમીંગ ક‚ છું અને ૫ વર્ષથી સ્વીમીંગ ક‚ છું અને હું રાજયકક્ષા, રાષ્ટ્રીય કક્ષામાં પણ તરણ સ્પર્ધામાં ભાગ લઉ છું. તે ઉપરાંત ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ પણ મને મળેલા છે. હું ૭૨ વર્ષની હોવા છતાં મે પાણીમાં બધા યોગ કર્યા છે. તો સાથે સાથે યોગ દિવસમાં અમે પણ અહી એકી સાથે યોગ કરશુ અને સ્વાસ્થ સા‚ રાખવા માટે યોગ કરવું જ જોઈએ. અને યોગ કરવાથી ફીટનેશ માનસીક, જે પણ બીમારીઓ હોય તેનાથી મૂકત થઈ શકીએ છે. અને સારી એવી ઉર્જા મેળવી શકીએ છે ખાસ કર્મયોગથી આપણે ધ્યાનમાં પણ જઈ શકીએ છે.
અનિલા શાસ્ત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હું ૯ વર્ષથી યોગ ક‚ છું અને ઘણા ખરા યોગ છે કે જેના હું ધ્યાનમાં પણ જતી રહું છું અને તે દરમ્યાન મને સંસારની કોઈ પણ માયાજાળ દેખાતી નથી અને બસ કુદરતની વચ્ચે અને પ્રકૃતિના ખોળામાં અદભૂત શકિત મને મળે છે.