21 જૂને ચોથો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. તે માટે દુનિયાભરમાં યોગ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. આ કડીમાં જ કેનબરા ખાતે ઓસ્ટ્રેલિયાની સંસદના કોમ્યુનિટી હોલમાં 50થી વધુ લોકોએ યોગ કર્યો હતો. તેમાં પૂર્વ વડાપ્રધાન ટોની એબોટ સહિત અનેક સાંસદોએ ભાગ લીધો હતો. બે કલાક ચાલેલા આ સત્રનું આયોજન વાસુદેવ ક્રિયા યોગ સમૂહે કર્યું હતું. દાવો કરાયો છે કે પહેલીવાર દુનિયાની કોઈ સંસદમાં યોગનું આયોજન કરાયું હોય. આ પ્રસંગે એબોટે કહ્યું કે આ ખૂબ જ સારું છે કે અમે સંસદમાં યોગ દિવસ ઉજવી રહ્યા છે. ચિંતા અને તનાવથી ઘેરાયેલા નેતાઓ માટે યોગ ફાયદાકારક છે.

slider1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.