આજની દોડધામ વાળી જીંદગીમાં અનેક એવી પણ છે જે આપણી સ્પડી પર બ્રેક લાગવી દે છે. આપણી આસપાસ એવા અનેક કારણો હાજર છે જે ટેન્શન થાક અને ચિડીયા પણાને જન્મ આપે છે. જેને કારણે આપણી જીંદગી અસ્ત-વ્યસ્ત થઇ જાય છે. એવામાં જીવનને સ્વસ્થ અને ઉર્જા યુકત બનાવવા માટે યોગ એક રામબાણ ઇલાજ છે. યોગ તનાવને દુર અને બોડીને ફીટ રાખે છે.
યોગ ધર્મ આસ્થા અને અંધવિશ્ર્વાસથી પર એક સીધુ વિજ્ઞાન છે. યોગ જીવન જીવવાની કલા છે. આજે જે રીતનું ખાન પાન અને રહેન સહેન છે તેવામાં આપણે સૌએ યોગને અપનાવવો હિતાવહ છે.
આજની ભાગદોડ વાળી લાઇફમાં આપણે આપણો ખ્યાલ રાખી શકતા નથી. ભૂખ લાગે ત્યારે જમતા નથી પરંતુ સમય મળે ત્યારે જમી લઇએ છીએ જેના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે આજે કોઇને કોઇના માટે સમય નથી અને એટલે જ આપણે એક બીજાથી દુેર થઇ રહ્યા છીએ. અને તનાવને નોતરી રહ્યા છીએ માટે આવા સંજોગોમાં યોગ કરવાથી તનાવ યુકત થવાય છે અને શરીરની આંતરિક શકિતઓ ઉજાગર થાય છે. શરીરમાં દરરોજ આપણ શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે માત્રને માત્ર એક કલાક કે અડધો કલાક ફાળવવામાં આવે તો શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને તન, મન પ્રફુલ્લીત રહે છે.
ભદ્રાસન:-આસનની પોઝીશનમાં બેસો બન્નો પગને ધુંટણમાંથી વાળીને તેમના તળીયા એકબીજાન સાથે અડાડો એડીઓ સીવની (ગુપ્તાઁગ)ને અડે તે રીતે બેસો શ્ર્વાસ છોડતા છોડતા ડાબી હથેળી ડાબા ધુંટણ પર અને જમણી હથેળી જમણાધુંટણપર દબાવો, ધુંટણો જમીન અડાડો ત્યારબાદ શરીરને સીધુ કરો અને દ્રષ્ટિ થોડી દુર સીધી જમીન પર સ્થિર કરો આ ક્રિયા દરમિયાન યથા શકિત શ્ર્વાસ લેવાનું ટાળો, ત્યારબાદ શ્ર્વાસ લઇ ધુંટણ પરથી હાથનું દબાણ ઓછું કરો અને શરીરને પણ ઢીલુ છોડો આ રીતે પાંચ આવૃતિ કરો.
લાભ:-આ આસનનો પ્રભાવ ખાસ કરીને જનનેન્દ્રિય પર પડે છે. પરિણામો મૂત્ર દ્વારા ધાનુક્ષય અટકે છે. ગર્ભાશયની, શુક્રગ્રંથિઓની અને પુરુષ તન (પ્રોસ્ટેટ) ગ્રંથીઓની નિર્બળતા દૂર થાય છે.
મહીલાઓમાં રજપિંડાને જડતા અને અનિયમિત ઋતુ સ્ત્રછવની તકલીફો દૂર થાય છે. ખાસ કરીને સ્વપ્નદોષ નિવારણ માટે આ આસન આશિર્વાદ રુપ છે.
ઉષ્ટાસન:-ધુંટણો અને પંજાઓ વચ્ચે છ ઇંચ જેટલું અંતર રાખી તેના પર બેસો પંજાને એવી રીતે ભૂમિ પર રાખો કે જેથી તેના આંગળા નીચે અને એડીઓ ઉંચી રહે હાથોને શરીરની જે તે બાજુ ઝુલતા રાખો
શ્વાસ લેતા લેતા નિતંબોને ઉચા ઉઠાવો અને શરીરને ધીમે ધીમે પાછળની તરફ કમાનની જેમ વાળો હાથની આંગણીઓના ટેરવા અને અંગુઠો જે તે બાજુના પગના પંજાઓને અડાડો આ ક્રિયા દરમિયાન શ્ર્વાસને અંદરની રોકી રાખો આ સ્થિતિમાં છાતીના ભાગને યથાશકિત ઉંચી ઉઠાવવાના પ્રયત્ન કરો. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા આવો
લાભ:-છાતીનું પાજરું વિકસ છે ફેફસા વધુ કાર્યક્ષમ સ્થિતિ સ્થાપક બને છે કાંડા અને ધુંટણના સાંધા પીઠનો દુ:ખાવો મટે છે કંઠસ્થ અને પ્રજનન ગ્રંથીઓ શકિત સંપન્ન બને છે.