“જેલના કેદીઓએ યોગથી સ્વસ્થ જીવનની નવી દિશા મેળવી” પુરુષ કેદી
રાજ્યના પોલીસ મહાનિર્દેશક કે. એલ.એન. રાવની મંજૂરીથી રાજ્યના 33 જિલ્લાઓની જેલમાં યોગ શિબિરો ગુજરાત સરકારના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિના 2 ઓક્ટોબરથી સરદાર પટેલ જયંતિ 31 ઓક્ટોબર 2023 એક માસ સુધી “અહિંસા થી એકતા તરફ અભિયાન” નવચેતના યોગ શિબિર
થઈ હતી. જે અન્વયે રાજકોટમાં પોપટપરામાં આવેલ મધ્યસ્થ જેલ ખાતે જેલ અધિક્ષક નસરૂદિન લુહારની અનુમતીથી એક માસ સુધી યોજાઈ હતી. જેમાં નિયમિત રીતે 2280 કેદીઓએ વિવિધ યોગ કર્યા હતા. મહિલા કેદીઓ સાથેના પાંચ બાળકોએ તથા એક સગર્ભાએ પણ હળવા યોગ કર્યા હતા.
જેલના એક જ પરિસરમાં આવેલ મહિલા અને પુરુષ બંનેની જેલમાં કેદી ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ યોગ શિબિરની વ્યવસ્થા કરવામાં આવી હતી. “કેદી-સુધાર કાર્યકમમાં યોગના સમાવેશથી હકારાત્મક પરિણામ મળ્યા છે. યોગ શિબિરની સફળતાથી રાજ્ય સરકાર અને જેલ તંત્રના પ્રયાસો વિધયાત્મક વાતાવરણનું સર્જન કરે છે.” તેમ જેલર બી.બી. પરમારે કહ્યુ હતુ.
આ યોગ શિબિર વિશે પુરુષ કેદીએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, જેલના કેદીઓએ યોગથી સ્વસ્થ જીવનની નવી દિશા મેળવી છે. દૈનિક જીવનમાં યોગ અપનાવવાથી ખૂબ ફાયદો થાય છે. યોગથી માથું કે પેટમાં દુ:ખવા જેવી સામાન્ય બિમારીઓ દૂર થાય છે. સતત એક માસ યોગ કરવાથી અમને યોગની આદત પડી ગઈ છે. આવા સુંદર આયોજન માટે અમે જેલના સ્ટાફ, યોગ બોર્ડ અને રાજ્ય સરકારના આભારી છીએ.”
જ્યારે અન્ય મહિલા કેદી શીતલ બારૈયા કહે છે કે, “જેલમાં યોગ થવાથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાઈ રહેશે. દરરોજ સામૂહિક યોગ કરવાથી શરીરમાં સ્ફુર્તિ તો રહે જ છે સાથો સાથ ગુસ્સો નથી આવતો અને મગજ શાંત રહે છે.” ભાઈઓમાં રાજ્ય યોગ બોર્ડના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી યોગ ટ્રેનર હિતેશભાઈ કાચા, વિશાલભાઈ ખંભાયતા, કિશોરભાઈ રાઠોડ દ્વારા તથા બહેનોમાં મહાનગરપાલિકા યોગ કોર્ડીનેટર વંદનાબેન રાજાણી, ગીતાબેન સોજીત્રા અને ટ્રેનર્સમાં રશ્મિબેન કાચા, મીરાબેન ધાધા અને નંદિનીબા રાઠોડ દ્વારા યોગ શિખડાવવામાં આવ્યા હતા.
આ તકે જેલર સર્વ બી બી પરમાર, એન.એમ. ચૌહાણ, મહિલા જેલર ગીતાબેન પરમાર, હેડ કોન્સ્ટેબલ મનીષ રાઠોડ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.