મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય: તૈયારીઓ શરૂ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 21 જુન વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે.જેનાં આયોજન માટે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. શહેર ભાજપના અધ્યક્ષ કમલેશ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશ પીપળીયા, ડે.કમિશ્નર આશિષકુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.

21 જુનના રોજ ત્રણેય ઝોન એટલે કે, ઈસ્ટ ઝોનમાં પૂ.રણછોડદાસબાપુના આશ્રમનું ગ્રાઉન્ડ, સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ તેમજ વેસ્ટ ઝોનમાં નાનામવા ચોક પાસેના ગ્રાઉન્ડમાં યોજાશે. આ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ શહેરીજનો જોડાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં આવેલ નગર પ્રાથમિક સમિતિની સ્કુલો, ગાર્ડન, ખુલ્લા પ્લોટ વગેરે જગ્યાએ મળી કુલ-75 સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.