યોગ ભારત ની એક પ્રાચીન પરંપરા નો ભવ્ય વારસો છે મનુષ્ય ના સ્વચ્છ તન અને મન તાલમેલ નુ માધ્યમ એટલે યોગ. યોગ વ્યાયામ નો એવો પ્રભાવશાળી પ્રકાર છે કે જેનાથી કેવલ શરીર જ નહી મનુષ્ય ના મન અને આત્મા ને પણ સંતુલિત બનાવી શકાય છે.
આજના આ ભૌતિકવાદી સમાજ મા માણસ તનાવ ગ્રસ્ત જીવનથી ઘેરાયેલ હોય છે સ્વચ્છ જીવનશૈલી અપનાવી ને જીવનમાં સાર્થક બનવા યોગ થી કોઈ ઉતમ પધ્ધતિ નથી તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિ ની ઉત્તમ પરંપરા ને યોગ વિદ્યા ને વિશ્ર વિરાસત મા સામેલ કરીને પ્રતીવર્ષ 21 જુન ના દિવસ ને યોગ દિવસ જાહેર કર્યો છે
ત્યારે ધોરાજી ની નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી જેમાં સરકારી કર્મચારી હોદ્દેદારો આગેવાનો અલગ શાળા ના વિદ્યાર્થી ઓ શાળા સંચાલકો શિક્ષકો તથા આમ જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા