21 મી જૂન એટલે કે વિશ્વ યોગા દિવસની સમગ્ર ભારતમાં ઉજમણી કરવામાં આવે છે ત્યારે પોરબંદર ના માધવપુર સમુદ્ર કિનારે આવેલ રામેશ્વર ચોપાટી ઉપર ભવ્ય યોગા દિવસની ઉજવણી કરાઈ.તેમાં બહોળી સંખ્યામાં લોકોએ યોગા કરીને શાનદાર ઉજવણી કરાઇ હતી.
આ યોગા દિવસ નિમિત્તે સેટ એન્ડ ડી આર હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી જે.બી વાળા સાહેબ સાથે તમામ સ્ટાફ અને બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા તેમજ માધવપુર ગ્રામ પંચાયતના મંત્રી તેમજ તેમનો સ્ટાફ સાથે માધવપુર પોલીસના પી.એસ.આઈ સિદી સાહેબ સાથે તેનો પૂરો સ્ટાફ તેમજ મુળ માધવપુરની પ્રાથમિક અને રામેશ્વર હાઈસ્કુલના પ્રિન્સિપલ ભરડા સાહેબ સાથે તેમનો સ્ટાફ તેમજ માધવપુર આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજુભાઈ સંપત તેમની સાથે શ્યામભાઈ સોલંકી દ્વારા લોકોને યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ને લોકોને યોગા કરાવવામાં સહયોગી બન્યા હતા.સાથે આરએસએસના તમામ કાર્યકરો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.