‘દિલ માટે યોગ’ થીમ પર યોજાયેલા પાંચમાં ‘વિશ્વ યોગ દિને’ ૧૯૦ દેશોના ૨૦ કરોડ લોકોએ સામૂહિક યોગ અભ્યાસ કર્યા: જલ, સ્થળ, બરફ સહિત સર્વત્ર યોગ દ્વારા યોગ દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી
પાંચમા ‘વિશ્વ યોગ દિન’ની ભારત સહિત ૧૯૦ દેશોમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ‘વિશ્વ યોગ દિન’નો પ્રારંભ કરાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાંચીના પ્રભાતતારા મેદાનમાં યોગ કર્યા હતા વડાપ્રધાન મોદી સાથે ૩૫ હજાર લોકોએ સામુહિક યોગ કર્યા હતા આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતુ કે યોગ જ્ઞાતિ જાતી, ધર્મ સહિતનાતમામ ભેદથી પર છે. યોગની અનુશાસન અને સમર્પણ ભાવના જાગતી હોવાનું તથા યોગ બધાના છે. અને બધા યોગના છે તેમ જણાવીને યોગને ગરીબો સુધી લઈ જવાની કટીબધ્ધતા વ્યકત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાંચીમાં યોજાયેલા વિશ્વ યોગ દિનની ઉજવણીમાં ભાગ લઈને યુવાનો જેવી કર્યા હતા ‘દિલ માટે યોગ’ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે યોગ અભ્યાસમાં જોડાવવા માટે રાંચીના નાગરીકોમાં ભારે ઉમળકો જોવા મળ્યો હતો જેની ૧૮ હજાર નાગરીકો સામુહિક યોગ અભ્યાસ માટે આવવાના સ્થાને ૪૦ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરવાયું હતુ જેથી તંત્રએ પ્રભાત તારા મેદાનની ક્ષમતા મુજબ ૩૫ હજાર લોકોને એન્ટ્રી આપી હતી જયારે બાકી રહી ગયેલા લોકો માટે નજીકમાં આવેલા બીજા મેદાનમાં યોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
યોગ અભ્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશ અને દુનિયાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યોગ અનુશાસન છે, સમર્પણ છે. તેનું પાલન જીવનભર કરવું જોઈએ. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખૂબ પાર છે. યોગ બધાના છે અને બધા યોગના છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોઈંગ રૂમથી લઈને બોર્ડ રૂમ, શહેરોના પાર્કથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સુધી આજે યોગની ઉજવણી થઈ રહી છે. ગલી-ખાંચામાં આવેલા વેલનેસ સેન્ટર્સમાં પણ આજેયોગનો અનુભવ કરવામાં આવી રહ્યો છે. આજના બદલાતા સમયમાં બીમારીની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ કરવું એટલું જ જરૂરી છે. આ જ શક્તિ આપણને યોગ સાથે મળાવે છે. આ જ ભાવના યોગની છે, પુરાતન ભારતીય દર્શનની છે. યોગ માત્ર ત્યારે જ નથી થતા જ્યારે આપણે જમીન પર કે અડધો કલાક મેટ પર હોઈએ છીએ.
હવે મારે આઘુનિક યોગની યાત્રા શહેરથી ગામડા તરફ લઈ જવી છે. ગરીબ અને આદિવાસીના ઘર સુધી લઈ જવી છે. મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબોને સૌથી વધારે મુશ્કેલી જ બીમારીમાં થાય છે અને યોગ બીમારીને દૂર કરે છે. વડાપ્રધાન મોદીના વિવિધ મંત્રીઓએ પણ અલગ-અલગ જગ્યાએ યોગ અભ્યાસ કર્યા હતા. જેમાં સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના રાજનગરમાં, ભાજપના કાર્યવાહક અધ્યક્ષ જ ેપી નડ્ડા અને હર્ષ વર્ધને બીજેપી ઓફિસના સામેના પાર્કમાં, રાજનાથ સિંહ, મીનાક્ષી લેખી, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, પ્રકાશ જાવડેકર વગેરે નેતાઓએ રાજપ ખાતે અમિત શાહે રોહતકમાં નિતિન ગડકરીએ નાગપુરમાં, નિર્મલા સીતારમણએ પૂર્વ દિલ્હીમાં, નરેન્દ્ર સિંહ તોમરે તાલકોટરા સ્ટેડિયમમાં, પીયૂષ ગોયલે લોધી ગાર્ડનમાં, મુખ્તાર અબ્બાસ નકવીએ પટેલ નગરમાં, હરદીપ સિંહ પુરીએ રાજૌરી ગાર્ડનમાં જ્યારે મહેશ શર્માએ નોઈડા સેક્ટર ૨૧માં યોગ અભ્યાસ કર્યો હતા. આઈટીબીપીના જવાનોએ ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈ પર રોહતાંગ પાસે યોગ કર્યા. અહીં જવાનોએ -૧૦ ડિગ્રીના તાપમાનમાં યોગ કર્યા હતા. જ્યારે સિક્કિમમાં જવાનોએ -૧૫ ડિગ્રીમાં યોગ કર્યા હતા. મુંબઈમાં આઈએનએસ વિરાટ ઉપર પણ જવાનોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. અહીં પણ હજારોની સંખ્યામાં જવાનોએ યોગ કર્યા હતા. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકો સાથે યોગ કર્યા જમ્મુ કાશ્મીરમાં બીએસએફના જવાનોએ યોગ કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણાના રોહતકમાં યોગ કર્યા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણાં નેતા હાજર હતા. લદ્દાખમાં ૧૮,૦૦૦ ફૂટની ઉંચાઈએ ઈંઝઇઙના જવાનોએ -૨૦ ડિગ્રીમાં યોગ કર્યા હતા. સમગ્ર દુનિયામાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પડોશી દેશ નેપાળ પણ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે. અહીં જનકપુરીના જાનકી મંદિરમાં હજારો લોકોએ એક સાથે યોગ કર્યા હતા.
ભારત સરકારે આ વખતે યોગ દિવસની થીમ દિલ માટે યોગ અને યુએનએ જળવાયુ પરિવર્તન માટે યોગ રાખી છે. આજે ભારત સહિત દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયો હતો. લગભગ ૩૦ કરોડ લોકો યોગ કયા હતા જેમાંી ૫૦ ટકા ભારતીય લોકોએ યોગ કર્યા હતા. ભારત પછી સૌથી વધુ લગભગ ૩ કરોડ લોકો અમેરિકામાં યોગ કર્યા હતા. ઉપરાંત દુનિયાના ૪૭ મુસ્લિમ દેશોએ પણ યોગને માન્યતા આપી છે. આયુષ મંત્રાલય અનુસાર દિલ્હીમાં લગભગ ૩૦૦ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાંથી ૪૦ સ્થળોએ સાંસદ અને મંત્રીઓ હાજર રહ્યાં હતા.
દિલ્હીમાં ૧૦ લાખ લોકો યોગ કયા હતા. અમેરિકામાં યોગ વેલનેસ ઈન્ડસ્ટ્રી લગભગ ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની છે. ૨૦૧૮ના અંત સુધી અમેરિકામાં ૩.૭ કરોડ લોકો યોગ કરતા હતા. ૨૦૨૦ સુધી તેમની સંખ્યા વધીને ૫.૫ કરોડ થવાનો અંદાજ છે. ભારતમાં યોગનો બિઝનેસ ૫૦ હજાર કરોડ રૂપિયાનો છે. યોગ એલાયન્સે ૧૩૦ દેશોના ૭૬,૦૦૦ લોકોને યોગ શિક્ષક રજિસ્ટર્ડ કર્યા છે. ૨ વર્ષમાં ૧૪,૦૦૦ શિક્ષક જોડાયા. એસોચેમ અનુસાર દુનિયામાં યોગ ટ્રેનર્સની માગ વાર્ષિક ૩૫% ટકાના દરે વધી રહી છે. દેશમાં આ ઈન્ડસ્ટ્રી ૨.૮ હજાર કરોડ રૂપિયાની છે. દેશોમાં યોગની માગ ૪૦%ના દરે વધી રહી છે.
આ વખતે દેશમાં યોગ દિવસની થીમ યોગ ફોર હાર્ટ રાખવામાં આવી છે. યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ચાર યોગાસન દ્વારા હૃદયને વધુ સારી રીતે સ્વસ્થ રાખી શકાય છે. સુપ્તવજ્રાસન, ભુજંગાસન, પશ્ચિમોત્તાસન, હૃદય મુદ્રા વગરે દ્વારા હૃદયને વધુ સારી રીતે સ્વસ્ રાખી શકાય.
યુએનએ ૫ મુદ્દા જણાવ્ય મુજબ યોગ જળવાયુ પરિવર્તન અને જીવન માટે ફાયદાકારક છે. પ્રકૃતિ માટે સન્માન, નૈતિકતા, વ્યવહારમાં સુધારો, શાંતિની ભાવના, ફિટ અને સક્ષમ શરીર નિયમીત યોગ અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.