લકુલીશ યુનિવર્સીટીના શિક્ષકો સંગીતમય શૈલીમાં યોગ કરાવશે

મોરબીમાં લાઈફ મિશનના પ્રણેતા યોગાચાર્ચ પરમ પૂજય સ્વામી રાજર્ષિ મુનિજીના આશિર્વાદથી વિશ્વયોગ દિન નિમિત્તે અત્રેના રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોગ શિબીરનું વિના મુલ્યે આયોજન કરેલ છે જેમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અનુરોધ કરાયો છે.

આજના ઝડપી પરિવર્તનશીલ યુગમાં સમય ની સાથે કદમ મિલાવવા માનવી એ સતત દોડતુ રહેવું પડે છે. ઘડીયાળ ના કાંટા અને તલવાર ની ધાર પર ચાલવાનો સમય હોવાથી માનવી સતત ચિંતામય ટેન્શનમાં રહે છે આ સંજોગોમાં યોગ શ્રેષ્ઠ ઉપાય હોય ૨૧ જૂને સાંસ્કૃતિક યોગ ગઠન ટ્રસ્ટ તથા લાઈફ મિશન મોરબી દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું છે.

વધુમાં ટેન્શન-ચિંતા વગેરેને દુર કરવા માટે કોઈ દવા નથી પણ ૨૫૦૦ વર્ષ પહેલા ઋષિમુનીઓએ આપેલ એક જ માર્ગ છે, જે છે યોગાસન અને પ્રાણાયામ, જેનાથી આખો દિવસ માણસ ટેંશન મુકત રહે છે ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાન માં સતત કાર્યશીલ રહેતા પ.પુ. યોગાચાર્ય સ્વામી રાજર્ષિ મુનીજી દ્વારા સ્થાપિત લકુલીશ યોગ યુનિવર્સિટીના યોગ શિક્ષક દિપકભાઈ નિર્મળસિંહ તથા ડોલીબેનના સાનિધ્યમાં યોગ શિબીરમાં વાલૈરા ગ્રુપ દ્રારા સંગીતના સુર સાથે યોગનું માર્ગદર્શન આપવામાં આવશે જેથી આ  યોગ શિબીરનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સમગ્ર આયોજનને સફળ બનવવા આયોજક કે.જી.કુંડારીયા, મનહરસિંહ જાડેજા, રમેશભાઈ ઘેટિયા, રતિલાલ જાકાસણીયા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે, વધુ વિગતો માટે મો. ૯૮૨૫૨ ૦૩૩૯૬ પર પ્રફુલભાઈ દેત્રોજાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.