મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન આવતીકાલે પ્રાણીક ઉપચાર(હિલિંગ) શિબિર અને પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.બંન્ને શિબિર યજ્ઞ સ્થળના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

તણાવભર્યા જીવનમાં પરમશાંતિની અનુભૂતિ કરાવતી પ્રાણીક ઉપચાર(હિલિંગ) શિબિર આવતી કાલે સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ દરમિયાન બે સેશનમાં યોજાશે. પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિર રાત્રે ૯ થી ૧૦:૩૦ સુધી યોજાશે. જેનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રાણીક હિલિંગ સ્પર્શ વગર, દવા વગરની પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે. જેનું જ્ઞાન સંતો અને ઋષિમુનિઓ દ્વારા આ જગતના મનુષ્યને ધરોહર રૂપે આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ બહુ ઓછા લોકો જાણે છે. ઉર્જાને મહેસુશ કરી શકાય પણ જોઇ શકાતી નથી છતા આપણા શરીર ઉપર અને જગત ઉપર એનું ઘણું પ્રભુત્વ છે.

કુદરતી ઉર્જાના ઉપચારના ગાઢ રહસ્ય ના જ્ઞાનને માસ્ટર ચોઆ કોક સુઇએ વૈજ્ઞાનીક પદ્ધતિ પ્રાણીક હિલિગ તરીકે દર્શાવ્યું છે. જે બે મુખ્ય સીધાંતો ઉપર આધારીત છે. (૧)શરીરમાં પોતાના જાતે પુનઃસ્વસ્થય પ્રાપ્તિનો નીયમ (૨)ઉર્જા, પ્રણા,જીવનશક્તિનો નીયમ

શારીરીક રોગો, દુખાવો જેવાકે કમરના, સાંઘાના, માથાના ,ધુંટણના વગેરે તેમજ માનસિક રોગો જેવાકે તણાવ, ક્રોધ, ડર, ડિપ્રેશન વગેરે રોગો જે ઉર્જીના બનેલા હોય છે એના ઉપચારનો પ્રત્યક્ષ અનુભવ શિબિરમાં થઈ શકશે.

પ્રાણીક હિલિંગ ધ્યાન યોગ શિબિર વિશે જોઈએ તો આ ઘ્યાનમાં દૈવી ઉર્જા ના પ્રવાહ થી મનુષ્યને ઉચ્ચ આંતરિક શાંતિ અને ઉચ્ચ ચેતના નો અનુભવ થઈ શકે છે. મનુષ્ય પોતાના આંતરિક તાણ માંથી મુક્તિ પામી શારિરીક, માનસિક અને આધ્યાત્મિકતાના સફળ માર્ગ ને પ્રાપ્ત કરે છે. આના ફળ સ્વરૂપે ઉર્જા, બૌદ્ધિક ક્ષમતામાં ખુબજ વધારો થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.