રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉ૫સ્થિતિમાં શહેર અને ગુજરાત પ્લાસ્ટીક મુકત અભિયાન રાજકોટ ખાતેથી કરવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીક મુકત રાજકોટ શહેર અભિયાનનો પ્રારંભ કરાયેલ. આ અભિયાન અંતર્ગત શહેર પ્લાસ્ટીક મુકત બને તે માટે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં નાગરીકોને કાપડની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા ભાજપ આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનમાં ભાજપના વિવિધ મોરચા દ્વારા કાલે શુક્રવારે સાંજે પ થી ૭ કલાકે શહેરના વિવિધ ચોકમાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ મોરચાના કાર્યકર્તાઓને ઉ૫સ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી વિગેરે જાહેર અનુરોધ કર્યો છે.
Trending
- ઈરાને whatsapp અને Google Play પર થી બેન હટાવ્યો…
- Health Tips : દહીં સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, નહીં તો…
- આપણે હજું ઘણું સુધરવાની જરૂર: આજથી કરો શરૂઆત
- વેરાવળમાં નૂતનધર્મ સ્થાનકનો રવિવારે ઉદ્ઘાટન સમારોહ
- Samsungએ કર્યા Sonic સિરીઝના માઇક્રોએસડી કાર્ડ લોન્ચ…
- અમદાવાદ: મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય,કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ
- Appleના સસ્તા અને ઉપયોગી ઉપકરણો…
- 2025 walkswagon અને skoda પોતાના નામે કરશે