રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપનું આખરે સાકાર થવા જઇ રહ્યું છે. ત્યારે આવતી કાલે શનિવારના રોજ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ખાતમુહૂર્ત કરશે. રાજકોટથી 27 કિલોમીટરના અંતરે 1025.5 હેક્ટર જમીન ઉપર નિર્માણથનાર આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પહેલા તબક્કામાં 1405 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. પ્રથમમ તબક્કામાં એક રનવે અને ટર્મિનલની સુવિધા ઉભી કરવામાં આવશે.જેનો લે-આઉટ નીચે પ્રમાણે છે.
એરપોર્ટ નિર્માણનો પહેલો તબક્કો
પહેલા તબક્કામાં 1405 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, 3040 મીટર લાંબો અને 45 મીટર પહેલો સિંગલ રનવે બનાવાશે. તેને સમાંતર બે ટેક્સી ટ્રેક બનાવાશે. જે સી કેટેગરી માટે આવશ્યક અંતરે બનાવાશે. આ ઉપરાંત હવાઇ પટ્ટી, એક્ઝિટ ટેક્સી ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ, નેશનલ હાઇવે 8એથી એરપોર્ટ સુધી પહોંચવા માટે 6 લેન રોડ, એરપોર્ટ બાઉન્ડ્રી અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે.