કર્ણાટકમાં સત્તા માટે ભાજપ અને જનતા દળ (એસ)-કોંગ્રેસ દ્વારા મરણિયા પ્રયાસો શરૂ થઈ ગયા છે. આજે ત્રણેય પક્ષોએ પોતપોતાના વિધાનસભા પક્ષની બેઠકો બોલાવી હતી. ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં બી.એસ. યેદિયુરપ્પાને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા નેતા તરીકે ચૂંટાયા બાદ ભાજપના ૧૦૪ ધારાસભ્ય સાથે રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા ગયા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
યેદિયુરપ્પા સાથે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પણ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. યેદિયુરપ્પાએ રાજ્યપાલ સમક્ષ તમામ ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આ અગાઉ પણ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ યેદિયુરપ્પાએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હું આવતી કાલે મુખ્યપ્રધાન તરીકે શપથ લઈશ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com