૭૫૦ જેટલા સાયકલીસ્ટો હેલ્મેટ પહેરી ૫૦ કિ.મી સાયકલ ચલાવશે: કોર્પોરેશનની શાળાઓની ૨૦ બાળાઓને નિ:શુલ્ક સાયકલ વિતરણ

શિયાળાની ઋતુના ખુશનુમાં વાતાવરણમાં રાજકોટવાસીઓ રોમાંચિત થઈ જાય તેવી સાઈકલીંગ ઈવેન્ટ સાયકલોફન-૨૦૧૮ આવતીકાલે તા.૪ને રવિવારના રોજ રાજકોટ મનપા અને રોટરી મીડટાઉન લાઈબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. સાયકલોફન-૨૦૧૮નું રજીસ્ટ્રેશન શ‚ થતાં રાજકોટના સાઈકલ રાઈડરો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં ૧૬ વર્ષથી લઈ ૭૮ વર્ષ સુધીના લોકો ભાગ લેશે. જેમાં ૭૫૦ જેટલા સાયકલીસ્ટો ભાગ લેશે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે અમદાવાદ, ભાવનગર, ધોરાજી, ગોંડલ, ઈમ્ફાલ, જામનગર, કેશોદ, ખંભાળિયા, ખેરડી (જામનગર), કોડીનાર, નાસીક, સોમનાથ, થાનગઢ, ત્રંબા, ઉપલેટા, વાંકાનેર અને રાજકોટવાસીઓએ ભાગ લીધો હતો.

જે પણ સાયકલીસ્ટોએ ભાગ લીધો છે તેમણે જણાવવાનું કે તેમનો રીપોર્ટીંગ સવારે ૫:૩૦ વાગ્યે એ.જી.ઓફિસના સામેના બાલભવનના ગેઈટ પાસે રહેશે. આ સાઈકલીંગ ઈવેન્ટમાં રાજકોટના લોકોનો, સામાજીક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. સાયકલીસ્ટો માટે ૫૦ કિમીના ‚ટ ઉપર નિયમિત અંતરે પાણીની વ્યવસ્થા તથા મેડિકલ વ્યવસ્થા રાખવામાં આવી છે. રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા ગોપાલ નમકિનના ચેરમેન બિપીનભાઈ હડવાણીના સહયોગથી કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતી તથા ગરીબ વિસ્તારમાં રહેતી ૨૦ બાળા-દિકરીઓને નિ:શુલ્ક સાઈકલોનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.