આમરાઈવાડીમાં રાત્રે 12.30 વાગે ફટાકડા ફોડતા યુવકની ધરપકડ

અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ફટાકડા ફોડવાનો પ્રથમ કેસ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસ કમિશનરના જાહેરનમાનું પાલન કરવા અંગે અમરાઈ વાડી પોલીસે બે આરોપીની મોડી રાત્રે ફટાકડા ફોડતા તેમની ધરપકડ કરી હતી.રાત્રે 12 વાગ્યા પછી ફટાકડા ફોડવા અંગે આઈ પી સી કલમ-188 અને જીપી એક્ટ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ વખત ફટાકડા ફોડવાનો કેસ અમરાઈ વાળી માં નોંધાતા અને પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર પંથક માં ફફડાટ વ્યાપી ગયો છે. જાહેરનામું બહાર પડવાના ગણતરીના સમયમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તહેવાર માં આવા નિરડ્યો લેવાથી લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યું છે.

અમરાઈવાડી નજીક આવેલ આઝાદ ચોક પાસે થી રાત્રે 12 વાગ્યા પછી ફટાકડા ફોડતા બે શકશો ની અટકાયત કરવામાં આવી હતી . અને બીજા દિવસે અમરાઇ વાડી પોલીસે તેમને શરતી જમીન ઉપર છોડી તેમને જમીન આપવામાં આવી હતી. જ્યારે પોલીસ રાત્રે પેટ્રોલિંગ માં હતી ત્યારે અમરાઇ વાડી વિસ્તાર માં રહેતા બે યુવાન જેમાં વિષ્ણુ માગજી ઝાલાની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.