હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે જિંદગી અને જીવન પલટાવી નાખી છે. ત્યારે હવે ઘરે રહી તેમજ બહાર નિકડતી વખ્તે દરેકના મનમાં એક ભય હોય છે. જેમાં તે પોતે બહાર જતાં પહેલા સો વાર વિચારે છે. હવે સમસ્યાએ છે કે દરેકને સાફ-સફાઈ કઈ રીતે રાખવી તે એક મોટો પ્રશ્ન છે ? તો આ પ્રશ્નને હલ કરવા અમે આજે તમને અમુક નાની ટિપ્સ આપીશું જેનાથી તમે તમારા ઘરને એકદમ સાફ તેમજ કોઈ ચિંતા વગર કામ કરી શકશો.
જ્યારે પણ રસોડામાં સાફ-સફાઈની વાત આવે ત્યારે દરેક ગૃહિણી તે સાફ સફાઈનું નામ સાંભળી એકદમ કંટાળી જતી હોય છે. ત્યારે હવે સાફ-સાફાઈને સરળ કરવા જ્યારે તમે રસોડાનું કામ પૂર્ણ કરો ત્યારે તેને સાબુ અને પાણીથી ઘસીને ધોવો તેનાથી અનેક વાયારસ દૂર થઈ શકે છે. સાથે શક્ય હોય તો દિવસમાં અનેક વાર રસોડાને સાફ કરો તેનાથી સાફ-સફાઈ સરખી થઈ શકશે.
ઘરમાં હમેશા અમુક એવા કેમિકલ રાખો જેમાં વધુ પડતાં પ્રમાણમાં બ્લીચ તેમજ આલ્કોહોલ હોય. આવા અનેક કેમિકલ તમારા ઘરમાંથી બહાર આવતા વાયરસને દૂર રાખી શકશે.
હવેના સમયમાં ઘરમાં રહેલી અનેક વસ્તુ જેનો ઉપયોગ રસોડામાં થતો હોય તેવી અનેક સામગ્રીને સ્વચ્છતા માટે ઉપયોગી બનશે જેમાં લીંબુ,વિનેગર,સંતરા,મીઠું તેવી અનેક સામગ્રીનો ઉપયોગ વધુ કરો તેનાથી આ સાફ-સફાઈનો પ્રશ્ન હલ પણ થશે અને સ્વચ્છતા બની રહેશે.
દિવસભરમાં હેર ડ્રાયર અનેક વાર વપરાતું હોય છે. તો હવે સ્વચ્છતાને ઘરમાં રાખવા તેનો વધુ ઉપયોગ કરો ઘરના દરેક ખૂણા તેનાથી સાફ કરો. તેનાથી આ વાયરસ દૂર રહેશે અને તમે કામ પૂર્ણ સારી રીતે કરી શકશો.
ઘરમાં હવે દરેક લોકોએ કોઈપણ કામ કરતી વખ્તે માસ્ક અને હાથ મોજા પહેરવા અને તેનો એકજ વાર ઉપયોગ કરી તેને જવા દેવા કારણ, તેમાં તમારી સફાઈ વખ્તે અનેક નાના રાજકણ ઉડશે જે તમને નુકશાન આપી શકે છે. તો આ વસ્તુનું કામ કરતી વખ્તે ધ્યાન રાખો તો સ્વચ્છતા ઘરે સરળતાથી રહેશે અને વાયરસને ડર્યા વગર સ્વચ્છતા રાખી માત આપો.