ગિફ્ટ સિટી સાથે યશ બેંકે કરાર કર્યા સાથે પોતાનું આઈએફએસસી યુનિટ પણ ઉભું કરશે
દેશની અર્થવ્યસ્થાને ઝડપભેર કરવાની સાથો સાથ રાજ્યની અર્થવ્યવસ્થા પણ બેઠી કરવા માટે ગુજરાત રાજ્ય સજ બન્યું છે ગિફ્ટ સિટી હાલજે ઊભું થયું છે તેનાથી ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થાને ઘણો એવો ફાયદો પણ પહોંચશે એટલું જ નહીં યસ બેન્ક એ પણ ગિફ્ટ સિટી સાથે પોતાના કરારો કર્યા છે અને જણાવ્યું છે કે જે કાંઈ નાણાકીય ક્ષેત્રે ઇનોવેશન થશે તેમાં યસ બેન્ક નાણા પુરા પાડશે. યસ બેંકે પોતાનું આઈએફએસસી બેન્કિંગ યુનિટ ગિફ્ટ સિટી ખાતે ઊભું કર્યું છે. આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે નવા નવા સ્ટાર્ટઅપ ને પ્રોતસાહિત કરવામાં આવે અને તેને પ્રમોટ પણ કરાય. રાષ્ટ્રીય નાણાકીય સુવિધાઓને ધ્યાને લઈ ગિફ્ટ સિટીને નાણાકીય લેવડ દેવડ માટેનું હબ બનાવવામાં આવી રહ્યું છે અને તેના માટે નવા નવા ઉદ્યોગોને ખૂબ મોટી તક પણ સાપડી છે.
બીજી તરફ ભારતમાં નાણાકીય સુવિધાઓને બનાવવા માટે અનેકવિધ નવા સ્ટાર્ટ અપ પોતાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે યસ બેન્ક સાથેના કરારો ગિફ્ટ સિટીની સાથોસાથ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.
યસ બેન્ક ટેકનોલોજીને વધુ પ્રાધાન્ય આપી પોતાના નવા નવા પ્રોગ્રામ્સને અમલી બનાવી રહ્યું છે ત્યારે ફરી એક વખત ગિફ્ટ સિટી સાથે જે કરાર કરવામાં આવ્યા છે તેનાથી ગુજરાતના ઉદ્યોગોને ખૂબ સારો ફાયદો મળશે એટલું જ નહીં વિદેશી કંપનીઓ કે જે ગુજરાતમાં રોકાણ કરી રહી છે તેના માટે પણ ખૂબ ઉત્તમ તક ઊભી થઈ છે. ગુજરાત રાજ્ય સરકાર વિદેશી કંપનીઓને સરળતાથી ભારતમાં રોકાણ કરી શકે તે માટે અનેક સુવિધાઓ પૂરી પાડી છે પરંતુ જ્યાં સુધી યોગ્ય તક ઉદ્ભવી ન થાય ત્યાં સુધી ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે પરંતુ યસ બેન્ક સાથેના કરારો જે ગિફ્ટ સાથે કરવામાં આવ્યા છે તે લાભદાય નિવડશે.