ડસ્ટ ફ્રી રોડ માટે 15માં નાણાપંચ યોજનાની ગ્રાન્ટ હેઠળ રૂ.4.30 કરોડની ફાળવણી
શહેરના અલગ-અલગ 11 રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવાનો વિચાર આજે બજેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના માટે 4.30 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર મેઇન કરેજમાં પેવર દ્વારા ડામર કાર્પેટ તથા સાઇટ સોલ્ડરમાં ફૂટપાથ અને પેવિંગ બ્લોકમાં ફીટ કરી રસ્તાને ડસ્ટ ફ્રી બનાવવામાં આવી રહ્યાં છે.
વર્ષ-2023-2024માં વેસ્ટ ઝોન વિસ્તારમાં નાણાવટી ચોકથી વિદ્યુત નગર સુધીનો રોડ, ઇસ્ટ ઝોનમાં કુવાડવા રોડથી જૂના મોરબી રોડ સુધી, 50 ફૂટનો રોડ તથા 80 ફૂટનો રોડ પ્રજાપતિ વાડી વાળો રોડ, શક્તિ ઇન્ડસ્ટ્રીઝ વોર્ડ ઓફિસથી મહેન્દ્ર સંપટ માર્ગ, સિતારામ ચોકથી રાજા રામ સોસાયટીથી સંતકબીર સુધીનો રોડ, ગોકુલનગર આવાસ યોજનાનો રોડ તથા સેન્ટ્રલ ઝોનમાં રેલનગર મેઇન રોડ ઇએસઆરવાળો 24 મીટરનો રોડને ડસ્ટ ફ્રી રોડ કરવાનો નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે 4.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે.